ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો

soybean price in gujarat : ટેકાના ભાવે ખરીદીનું મોટું કૌભાંડ! બજાર કરતાં વધુ મળ્યા ટેકાના ભાવ... બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો... APMCના ચેરમેન સામે લાગ્યો આક્ષેપ... ખેડૂતો અને ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી 
 

ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો

Gujarat Farmers : ટેકાના ભાવ ઓછા હોવાની ઘણા ખેડૂતો ફરિયાદ કરતાં હોય છે. બજાર કરતાં ઓછા ભાવ મળવાથી ખેડૂતોને નુકસાન થતું હોવાનું ઘણા ખેડૂતો ફરિયાદ કરતાં રહ્યા છે. પરંતુ હાલ ગુજરાતમાં સોયાબીનના ટેકાના ભાવ બજારના ભાવ કરતાં વધારે મળતાં હોવાથી કેટલાક કૌભાંડીઓને કૌભાંડ કરવાની તક મળી ગઈ છે. શું છે સોયાબીનના કૌભાંડનો આ સમગ્ર મામલો? જુઓ આ અહેવાલમાં.

  • સોયાબીનમાં ટેકાના ભાવે ખરીદીનું કૌભાંડ
  • બજાર કરતાં વધુ ભાવ મળતાં થયું મોટું કૌભાંડ!
  • સરકારી ટેકાના ભાવ 978 રૂપિયા
  • બજારમાં સોયાબીનનો ભાવ 800 રૂપિયા 
  • બજારનો માલ સરકારમાં વેચવાનું કૌભાંડ 

ટેકાના ભાવનો કકળાટ હંમેશાથી થતો રહ્યો છે. ખેડૂતોની અવાર નવાર ફરિયાદ હોય છે કે સરકાર સારા ભાવ નથી આપતી જેના કારણે અમારો ખર્ચો પણ નીકળતો નથી. તો ઘણીવાર ટેકાના ભાવ કરતાં બજારમાં ખેડૂતોને સારુ મૂલ્ય મળે છે. પરંતુ હાલ ગુજરાતમાં સોયાબીનની ખેતી કરનારા ખેડૂતોને બલ્લે બલ્લે થઈ ગયું છે. કારણ કે જે સોયાબીનના ભાવ બજારમાં 800 રૂપિયા બોલાય છે. તો સોયાબીનની ટેકાના ભાવે સરકાર 978 રૂપિયામા ખરીદી કરી રહી છે. એટલે કે 20 કિલોએ ખેડૂતોને 178 રૂપિયા બજાર કરતાં વધુ મળી રહ્યા છે. હવે સીધો આટલો ફાયદો હોય તો કોણ તેમાં કમાવવાની તક છોડે. મહીસાગરની લીંબડિયા APMCમાં બહારની મિલોમાંથી સોયાબીનનો જથ્થો આવ્યો છે. મિલોવાળાઓએ બજારમાંથી સસ્તા ભાવે ખરીદી કરીને સરકારને વધુ ભાવે આપવાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.

સોયાબીનની ખરીદીમાં કૌભાંડ  

  • સોયાબીનના ભાવ બજારમાં 800 રૂપિયા બોલાય છે
  • સોયાબીનની ટેકાના ભાવે સરકાર 978 રૂપિયામા ખરીદી કરે છે
  • 20 કિલોએ ખેડૂતોને 178 રૂપિયા બજાર કરતાં વધુ મળી રહ્યા છે

અરવલ્લીની એક મીલમાંથી 180 જેટલા સોયાબીનના કટ્ટા લાવીને તેને લીંબડિયા માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવાનું સામે આવ્યું છે. સીલ પેક કરીને ટ્રકમાં આ કટ્ટા લાવવામાં આવ્યા હતા. પરંતુ જે મહીસાગર જિલ્લામાં સોયાબીનનું ઉત્પાદન ખુબ ઓછું છે ત્યાં આટલો જથ્થો આવ્યો ક્યાંથી તેને લઈ શંકાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. તપાસ કરી તો સામે આવ્યું કે સોયાબીનનો આ જથ્થો અરવલ્લી જિલ્લામાંથી લાવવામાં આવ્યો હતો. સોયાબીનનાનું મોટું કૌભાંડ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

તો મામલો સામે આવતાં મામલતદારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ APMCના ચેરમેન અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એકબીજા સામે બીભત્સ શબ્દોનો પ્રયોગ કરતાં ચેરમેન અને ખેડૂતો કેમેરામાં કેદ થયા હતા.

સરકાર સારો ભાવ આપે છે તે સારી વાત કહેવાય. પરંતુ આ તકનો લાભ લઈ કેટલાક હોદ્દેદારો અને સત્તાધીશો કમાવવાનું શોધી લે તે ખોટું છે. આ એક મોટું કૌભાંડ છે. જેની સામે કાર્યવાહી થવી જ જોઈએ. જોવું રહ્યું કે આ ઘટનામાં આગળ શું થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news