Sarkari Naukri 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે નોકરીની શાનદાર તક, આજે જ કરો અરજી

Sarkari Naukri 2023: પોસ્ટલ વિભાગમાં 10મું પાસ માટે નોકરીની શાનદાર તક સામે આવી છે. ગ્રામીણ ડાક સેવકની જગ્યા પર ભરતી માત્ર મેરિટના આધારે જ કરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 22 મેથી શરૂ થઈ છે.

Sarkari Naukri 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે નોકરીની શાનદાર તક, આજે જ કરો અરજી

Sarkari Naukri 2023: ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકની 12,828 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. તમે ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જઈને 11 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. ગ્રામીણ ડાક સેવક ભરતી ફોર્મમાં સુધારા માટેની વિન્ડો 12 જૂને ખુલશે અને 14 જૂન, 2023ના રોજ બંધ થશે.

ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે, ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ. ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી વિષય તરીકે હોવો જરૂરી છે. ઉંમર વિશે વાત કરીએ તો તે 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

ગ્રામીણ ડાક સેવકની જગ્યા માટે ભરતી પ્રક્રિયા
ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે પસંદગી ધોરણ 10ના માર્કસના આધારે કરવામાં આવે છે. 10ના આધારે મેરિટ બનાવવામાં આવે છે.

અરજી ફી
ગ્રામીણ ડાક સેવકની જગ્યા પર ભરતી માટે અરજી ફી રૂ 100 છે. જો કે, અરજી મહિલા ઉમેદવારો, SC, ST અરજદારો, દિવ્યાંગ અરજદારો અને ટ્રાન્સ વુમન માટે મફત છે.

ગ્રામીણ ડાક સેવકનો પગાર
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર - રૂ.12000-29380
આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર – રૂ. 10000-24470

ગ્રામીણ ડાક સેવક ભરતી નોટિફિકેશન 2023
https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_20052023_GDS_Eng.pdf

આ પણ વાંચો:
IPL 2023, Qualifier 1: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news