Swapna Shastra: શું તમને સપનામાં વારંવાર દેખાઈ રહી છે માછલીઓ? જાણો શું છે તેના સંકેત

Swapna Shastra: શું તમને પણ સપનામાં વારંવાર માછલીઓ દેખાય છે. શું તમે આ પ્રકારના સપનાનો અર્થ જાણો છો. જો નહીં તો આજે અમે આ વિશે તમને વિસ્તારમાં જણાવી રહ્યા છીએ...

Swapna Shastra: શું તમને સપનામાં વારંવાર દેખાઈ રહી છે માછલીઓ? જાણો શું છે તેના સંકેત

Swapna Shastra: માણસ સૂતા સમયે ઘણીવખત રાત્રે સપના જુએ છે અને સવાર ઉઠીને તે અસમંજસમાં મુકાઈ જાય છે. તે વિચારવા લાગે છે કે રાત્રે તેણે જે સપનું જોયું તેનો કોઈ અર્થ છે કે માત્ર એક વિચાર હતો. તેમના આ પ્રશ્નનો જવાબ સ્વપ્ન શાસ્ત્રમાં છૂપાયેલો છે. આ શાસ્ત્રમાં સપનામાં દેખાતી તમામ વસ્તુઓનો અર્થ જણાવવામાં આવ્યો છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમને સપનામાં માછલીઓ દેખાઈ રહી છે તો તેનો અર્થ શું છે.

માછલીઓ સાથે પોતાની જાતને તરતા જોવું
જો તમે સપનામાં પોતાની જાતને માછલીઓ સાથે તરતા જુઓ છો તો આ ખુશીની વાત છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, આ પ્રકારના સપના જોવાનો અર્થ છે કે તમારો ભાગ્ય ઉદય થવાનો છે. તમારા કરિયર અને ધન-સંપત્તિ સાથે સંકડાયેલા સારા સમાચાર મળી શકે છે. તમે કોઈ સંપત્તિમાં રોકાણ કરી શકો છો.

તરતી માછલીઓનું તમને સ્પર્શ કરવું
ઘણા લોકોને સપનામાં જોવા મળે છે કે, પાણીમાં તરતી માછલીઓ વારંવાર તમને સ્પર્શ કરી રહી છે. એવું લાગે છે કે, તે તમને કંઈક કહેવા માંગે છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, આ પ્રકારના સપના જોવા શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માછલીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવામાં જો સપનામાં માછલી વારંવાર તમને સ્પર્શ કરતી જોવા મળે છે તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે.

રંગ-બેરંગી માછલીઓ સપનામાં દેખાવી
કેટલાક લોકોને સપનામાં રંગ-બેરંગી માછલીઓ દેખાય છે. તે માછલીઓ ટોળામાં જોવા મળે છે અને પાણીમાં મસ્તી કરી રહી હોય છે. તેનો અર્થ છે કે તમારું જીવન હવે સુખમય પસાર થવાનું છે. તમારા અટવાયેલા કામો પૂરા થવા જઈ રહ્યા છે અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. આ સપના તમને બીમારી અને કોર્ટ-કચેરીના ધક્કામાંથી મુકતીના પણ સંકેત આપે છે.

સ્વપ્નમાં વારંવાર માછલી દેખાવી
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમને સપનામાં વારંવાર તરતી માછલી દેખાઈ રહી છે. તો તે સારા સંકેત છે. તેનો અર્થ છે કે, જલદી તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાનું છે. તમારા ઘરે સંતાન પ્રાપ્તિ, બાળકના વિવાહ, તેનું કરિયરની શરૂઆત જેવા કામ હોઈ શકે છે. આ પ્રકારના સપના જોતા લોકોના ઘરમાં હવન-ભજન જેવા શુભ કાર્યો પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહીતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારીત છે. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news