Taken steps News

લો બોલો ! કોરોના અંગે ગુજરાત સરકારે ઉઠાવેલા તમામ પગલાનો જશ કોંગ્રેસ પ્રમુખે લઇ લીધો
કોરોનાની મહામારીને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. કોરોના સામેની લડતમાં સમગ્ર વિશ્વ જોડાયુ છે. આ કોઇ સામાન્ય દેશી રોગ નથી વિદેશથી આવેલો રોગ છે. ૩૦ જાન્યુઆરીએ હુ દ્વારા એડવાઇઝરી જાહેર કરાઇ હતી, જો કે  સરકારની પહેલી ભુલ કે તેને તે સમયે ફ્લાઇટ નું ચેકીંગ શરૂ ન કર્યું અને બેદરકારી દાખવી. રાહુલ ગાંધીએ ૧૨ ફેબ્રુઆરી એ ધ્યાન દોર્યું હતું જો કે પણ સરકારે પગલાં ન લેતાં કોરોનાનો વાઇરસ સમગ્ર દેશમાં પ્રસર્યો હતો. સરકારે લોકડાઉનનો જે નિર્ણય લીધો હતો. સરકારે જે ગાઇડલાઇન બહાર પાડી તેમાં કોગ્રેસના તમામ કાર્યકરોનું સમર્થન છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર કે તેમણે કોગ્રેસએ આપેલા સુચનોનો અમલ કર્યો છે. ગુજરાતની સેવા ભાવી સંસ્થા અને દાતાઓને અભિનંદન કે કોઇના આમંત્રણ વિના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અનાજની કીટ અને દવાની વ્યવસ્થા અને દાન થાય છે. કોગ્રેસના કાર્યકરોએ અભિનંદન કે તેઓ તન મન ધન થી લોકોની સેવામાં લાગ્યા છે.
Apr 3,2020, 16:32 PM IST

Trending news