આ રંગની કાર ગત વર્ષે સૌથી વધુ વેચાઈ, લોકોને ઓછો પસંદ છે આ રંગ

આ રંગની કાર ગત વર્ષે સૌથી વધુ વેચાઈ, લોકોને ઓછો પસંદ છે આ રંગ

કાર ખરીદનાર ભારતીય ગ્રાહકોનો સૌથી મનપસંદ રંગ સફેદ છે. 43 ટકા ગ્રાહકોએ 2018માં સફેદ રંગની કાર ખરીદી. પેંટ ક્ષેત્રની સૌથી દિગ્ગજ કંપની બીએએસએફે પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. બીએએસએફના કોટિંગ્સ વિભાગના 'બીએએસએફ કલર રિપોર્ટ ફોર ઓટોમોટિવ ઓઈએમ કોટિંગ્સ' રિપોર્ટ અનુસાર ગત વર્ષે સૌથી વધુ સફેદ અને ત્યારબાદ ગ્રે અને સિલ્વર રંગની ધૂમ રહી. 15-15 ટકા ખરીદારોએ આ રંગને પસંદ કર્યા. 

કાળો રંગ સૌથી પાછળ
અન્ય લોકપ્રિય રંગોમાં લાલ (9 ટકા), વાદળી (સાત ટકા) રહ્યો જ્યારે કાળા રંગને ફક્ત ત્રણ ટકા લોકોએ પસંદ કર્યો. બીએએસએફની ડિઝાઇન વિભાગના પ્રમુખ (એશિયા પ્રશાંત) ચિહારૂ મતસુહારાએ કહ્યું કે સફેદ રંગની નાની કારો ભારતીય ગ્રાહકો વચ્ચે ખૂબ લોકપ્રિય રહી છે. ગ્રાહક ગરમીની સિઝનને જોતાં સફેદ લેવાનું પસંદ કરે છે કારણ કે આ જલદી ગરમ થતી નથી. તેમણે કહ્યું કે બીજી તરફ સફેદ રંગની ગ્રાહકોમાં શાનદાર છબિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એસયૂવી શ્રેણીમાં પણ સફેદ રંગનો દબદબો રહ્યો. 41 ટકા નવા ગ્રાહકોએ તેને પસંદ કરી.
white car

મારૂતિનો દબદબો યથાવત
દેશભરમાં વેચાણમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીનો દબદબો યથાવત રહ્યો. આ દરમિયાન સૌથી વધુ વેચાનાર મોડલ કારોમાં પણ મારૂતિ સૌથી આગળ રહી. મારૂતિના નવા મોડલે વેચાણમાં મોટું યોગદાન આપ્યું. ગત વર્ષે કંપનીઓ દ્વારા નવી એસયૂવી અને મોડલ લોંચ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news