મારું ગામ મારા સરપંચ: રાધનપુરના કામલપુર ગામમાં લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા

પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી માવઠાથી ખેડૂતોને પાક વાવણીમાં ભારે નુકસાની સહિતના પ્રશ્નોને લઈ ખેડૂતો મુંઝાયા છે. ત્યારે ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ મારું ગામ મારા સરપંચ લઇને આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામની મુલાકાત લીધી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી મીઠા પાણીની અછત સર્જાવા પામી છે માટે નજીકમાં આવેલ બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો ગ્રામજનોને પીવા માટે મીઠું પાણી સહિત પાક વાવણીમાં પણ ખેડૂતોને પાણી મળી રહે તેમ છે. ઉનાળામાં લોકોને અઠવાડિયામાં તંત્ર દ્વારા એક વાર પાણીનું ટેન્કર આપવામાં આવતું હોઇ. પાણી મેળવવા લોકોને ભારે પડાપડી કરવી પડે છે છતાં પુરતા પ્રમાણમાં પાણીના મળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

Trending news