દુબઈમાં બુર્જ ખલીફા સૌથી પ્રખ્યાત છે. પરંતુ ત્યાં કંઈક વિશેષ પણ છે. તેમાં બુર્જ અલ-અરબ હોટલ પણ સામેલ છે.

બુર્જ ખલીફા કરતાં જૂની બુર્જ અલ-અરબ, વિશ્વની એકમાત્ર 10 સ્ટાર હોટલ હોવાનું કહેવાય છે.

તેની ઊંચાઈ 321 મીટર છે. આ હોટેલનું શરૂઆતનું ભાડું લગભગ 1 લાખ રૂપિયા છે. બુર્જ અલ-અરબ 1999માં બનાવાયું છે

તે હોડીના પાલ જેવું લાગે છે. તે માનવ નિર્મિત ટાપુ પર બનેલ છે. આ હોટલ 1 બિલિયન ડોલરમાં બનાવવામાં આવી હતી, જે આજે અંદાજે 8644 કરોડ રૂપિયા છે.

આ એક ઓલ-સ્યુટ હોટેલ છે. અહીં તમે એક ખાનગી બીચ અને પૂલ સાથે ટેરેસનો આનંદ મળશે. અહીં કુલ 199 લક્ઝરી ડુપ્લેક્સ છે

જુમેરાહ એ સરકારી માલિકીની લક્ઝરી હોટેલ ચેઇન છે જે બુર્જ અલ અરબની માલિકી ધરાવે છે.

હોટેલ ફ્રી પાર્કિંગ, પૂલ, બાર/ લાઉન્જ, વોટર પાર્ક, હોટ બાથ અને ઈનફિનિટી પૂલ જેવી સુવિધાઓ પણ આપે છે.

એડલ્ટ પૂલ, આઉટડોર પૂલ, પર્સનલ ટ્રેનર ઉપરાંત અહીં તમને ફિટનેસ રૂમ, સ્પા, પૂલ વિથ વ્યૂ અને બ્રેકફાસ્ટ બુફેની સુવિધા મળશે.