આપણા ભારતમાં કુલ 40 સ્થાપત્યોને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનો દરજ્જો છે અને તેમાંથી ચાર સાઇટ્સ ગુજરાતમાં જ છે
વર્ષ 2004 માં ચાંપાનેરને UNESCO વિશ્વ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળ્યું
ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું ૨૬મું હેરિટેજ સ્થળ છે
ત્યારબાદ અનુક્રમે 2014 અને 2017માં રાણીની વાવ તથા અમદાવાદને સમાવિષ્ટ કર્યા
વર્ષ 2021ના વર્ષમાં ધોળાવીરાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે કરવામાં આવ્યો
કચ્છના ખદીરબેટ પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના શહેર ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર છે
તેમાં મહત્વની વાત એ છે કે અમદાવાદ એ ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી છે