લીંબુનો ઉપયોગ રોજ દરેક ઘરમાં થાય છે. લીંબુમાંથી રસ કાઢી લીધા બાદ લોકો તેની છાલને ફેંકી દે છે.
લીંબુની છાલમાં પણ લીંબુના રસ જેટલા જ ગુણ હોય છે અને તેનો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો.
લીંબુની છાલને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
લીંબુની છાલમાંથી બનેલી ચા બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી દુર કરે છે.
લીંબુની છાલમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરે છે.
લીંબુની છાલ ચહેરા પર ઘસવાથી સ્કિનની રંગત સુધરે છે.
લીંબુની છાલનો ઉપયોગ દાંતમાં થયેલી કૈવિટીમાં પણ કરી શકાય છે.