ભારતના આ શહેરમાં લિવ-ઈનમાં રહેવું હોય તો 16 પાનાનું ફોર્મ ભરવું પડશે

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે. આમાં, સૌથી વધુ ચર્ચા લિવ-ઇન નિયમો અંગે થઈ રહી છે

ધામી સરકારે યુસીસી અંગે બનાવેલા નિયમો અનુસાર, યુગલોએ લિવ-ઇન નોંધણી માટે 16 પાનાનું ફોર્મ ભરવું પડશે

આ ઉપરાંત, પૂજારી પાસેથી એક પ્રમાણપત્ર મેળવવું પડશે જેમાં જણાવવામાં આવશે કે પ્રેમી યુગલ ઈચ્છે તો લગ્ન કરવા માટે લાયક છે

જો કોઈ દંપતી તેમના લિવ-ઇન રિલેશનશિપને રજીસ્ટર ન કરાવે તો તેમને ૬ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે

ઉત્તરાખંડમાં, યુસીસીના નિયમો ફક્ત મૂળ રહેવાસીઓ પર જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના ત્યાં રહેતા લોકો પર પણ લાગુ પડશે

લિવ-ઇન અંગે યુસીસીના નિયમો શું છે?

અહીં તમારે એ પણ જણાવવું પડશે કે તમે પહેલાથી જ લિવ-ઇન રિલેશનશિપમાં છો કે લિવ-ઇન રિલેશનશિપમાં જવાનો ઇરાદો ધરાવો છો

જો કોઈ વ્યક્તિ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે તો તેને લગ્નની પરવાનગીનો પુરાવોની જરૂર પડશે

આ ઉપરાંત લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ તેમના અગાઉના સંબંધો વિશે પણ માહિતી આપવી પડશે

તેમજ જો લિવ-ઇન કપલ ૨૧ વર્ષથી ઓછી ઉંમરનું હોય, તો રજિસ્ટ્રારે લિવ-ઇન રિલેશનશિપ રજીસ્ટર કરાવનારા પક્ષકારોના માતાપિતાને જાણ કરવી પડશે