ગાંધીજીના જૂના ચશ્મા કોણે ખરીદ્યા અને કેટલામાં વેચાયા?

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અંગ્રેજોથી દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે ચાલીને જે સ્વતંત્રતા હાંસલ કરી હતી, તેનાથી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રેરણા મળી હતી

દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે ચિત્રોમાં મહાત્મા ગાંધીની આંખો પર જે ચશ્મા દેખાય છે તે ચશ્મા કોણે ખરીદ્યા?

તમને જાણીને નવાઈ લાગશે કે મહાત્મા ગાંધીના ચશ્માની કેટલી હરાજી થઈ

ગાંધીજીના ચશ્માની હરાજી અમેરિકન ઓક્શન એજન્સી ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શન દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે તેમને આ ચશ્મા એક સાદા પરબીડિયામાં મળ્યા હતા જે કોઈએ ત્યાં જ છોડી દીધા હતા

મહાત્મા ગાંધીના આ ચશ્માની લગભગ ચાર વર્ષ પહેલા વર્ષ 2020માં 2.55 કરોડ રૂપિયામાં હરાજી કરાઈ હતી

અહેવાલ મુજબ ગાંધીજીના આ ચશ્મા એક અમેરિકન નાગરિકે ખરીદ્યા હતા

ચશ્માના માલિકે કહ્યું કે તેમના પરિવારના એક સભ્ય ગાંધીજીને 1920ના દાયકામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મળ્યા હતા. આ કદાચ તેમના પ્રથમ ચશ્મા હતા જે તેમને તેમના કાકા દ્વારા આપવામાં આવ્યા હતા