Frizzy Hair: કેમિકલ વિના ઘરે જ વાળ સ્ટ્રેટ કરવાની જાણી લો ટ્રીક, વાળ રેશમ જેવા થઈ જશે

રીબોર્ડિંગ અને સ્મુધનીંગ

સ્ટ્ર્રેટ અને સિલ્કી વાળ માટે રીબોર્ડિંગ અને સ્મુધનીંગ કરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે.

ડ્રાય-કર્લી

જોકે આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પણ વાળ થોડા મહિના સુધી જ સ્ટ્રેટ રહે છે. ત્યાર પછી વાળ ફરીથી ડ્રાય કર્લી થઈ જાય છે.

સ્ટ્રેટ અને સિલ્કી

પરંતુ જો તમે નેચરલ રીતે ઘરે જ પોતાના વાળને સ્ટ્રેટ કરો છો તો વાળ પર્મનેન્ટ સ્ટ્રેટ અને સિલ્કી રહે છે.

અળસીના બી

વાળને નેચરલી સ્ટ્રેટ કરવા માટે અળસીના બી ની જરૂર પડશે. અળસીના બી વાળને નેચરલી સોફ્ટ અને શાઈની બનાવે છે.

વાળ મજબૂત

અળસીના બીમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર હોય છે જે સ્કેલ્પને કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

જેલ

વાળને સ્ટ્રેટ કરવા માટે એક વાસણમાં 4 કપ પાણીમાં 2 કપ અળસી ઉકાળો. પાણી જેલ જેવું થઈ જાય પછી કપડાની મદદથી અળસીના બી ને અલગ કરી લો.

જેલ વાળમાં લગાવો

તૈયાર કરેલું જેલ ઠંડુ થઈ જાય પછી બ્રશની મદદથી તેને વાળમાં સારી રીતે લગાવો અને સુકાવા દો. આ રીતે તૈયાર કરેલા જેલને અઠવાડિયામાં બે થી ત્રણ વખત વાળમાં લગાડવું.