ગુજરાતમાં અહીં દેશ-વિદેશથી લોકો આવે છે હનીમૂન માટે! કપલ્સ માટે છે બેસ્ટ

( પ્રતિકાત્મક તસવીર-કેન્વા AI)

ગુજરાતમાં ફરવા માટે એકથી એક ચડિયાતા વિકલ્પો તમને મળી રહે છે.

ગુજરાતમાં ફરવા માટે હિલ સ્ટેશનો પણ ઘણા છે. એવા અદભૂત કે તમે સિમલા, કૂલુ મનાલી, ઉટી, મસૂરી પણ ભૂલી જાઓ.

ગુજરાતમાં હિલ સ્ટેશનોની વાત કરીએ તો સાપુતારા નામ સૌથી પહેલા સામે આવે છે. આ ઉપરાંત વિલ્સન હિલ્સ, ડોન જેવા હિલ સ્ટેશનો પણ હવે તો નજરે ચડે છે.

સાપુતારા ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે અને આમ તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન તરીકે તેની ગણતરી થાય છે.

સાપુતારા સમુદ્રની સપાટીથી 3000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.

ગુજરાત આવતા પ્રવાસીઓ ફરવા માટે સાપુતારા ચોક્કસ આવે છે. હનીમૂન માટે પણ સાપુતારા પ્રખ્યાત સ્થળ છે.

સાપુતારામાં ફરવા માટે તમને ઘણા વિકલ્પો પણ મળી રહે છે.

હનીમૂન માટે પણ સાપુતારા ન્યૂલી મેરિડ કપલ્સની પસંદ બને છે.

માર્ચથી નવેમ્બર મહિનો સાપુતારા ફરવા માટે આમ તો સારો ગણાય છે પરંતુ આમ છતાં સાપુતારા તમે ગમે ત્યારે જાઓ તમને અદભૂત આનંદ મળશે.