સફેદ વાળની સમસ્યાથી અનેક લોકો પરેશાન હોય છે.
લોકો સતત એવા ઉપાય શોધતા હોય છે જેનાથી ઘર બેઠા સફેદ વાળ કાળા થાય અને લાંબા સમય સુધી કાળા જ રહે.
સફેદ વાળને કાળા કરવા માટે જો મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો હોય તો ઘરેલુ ઉપાયની મદદ લઈ શકાય છે.
જો તમે સફેદ વાળને ઘરેલુ વસ્તુઓની મદદથી કાળા કરવા માંગો છો તો આ રહ્યો તેનો રસ્તો.
સફેદ વાળને કાળા કરવા માટે સરસવ કે તેલના તેલમાં ભૃંગરાજ અથવા તો આમળા મિક્સ કરીને લગાડવાના છે.
તેલમાં કોઈપણ એક વસ્તુ ઉમેરી 3 દિવસ તેલને તડકામાં રાખો. ત્યારબાદ તેલ ઉપયોગ માટે રેડી હશે.
આ તેલને ગાળી અને કાચની બોટલમાં ભરી લો. ત્યારબાદ રોજ આ તેલને વાળમાં લગાવો.
આ તેલથી વાળ સફેદ થતા અટકશે અને જે સફેદ વાળ હશે તે પણ કાળા થવા લાગશે.