રાત્રે સૂવા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, બાકી વાળ થઈ જશે ખરાબ

હેર કેર ટિપ્સ

રાત્રે સૂવા સમયે ક્યારેય આ ભૂલ ન કરવી જોઈએ, બાકી તમારા વાળ ખરાબ થઈ શકે છે.

આજકાલ ઘણા લોકો વાળની સમસ્યાથી પરેશાન રહે છે. કોઈ વાળ ખરવાથી તો કોઈ ડેન્ડ્રફથી. જાણો તમે કઈ રીતે વાળને હેલ્ધી રાખી શકો છો.

રાત્રે વાળને ખોલીને ન સૂવુ જોઈએ. તેનાથી વાળ ગુંચવાઈ છે અને ખરવાનો ખતરો વધી જાય છે.

તેથી રાત્રે વાળને ઢીલી ચોટીમાં બાંધીને સૂવાની સલાહ આપવામાં આવે છે. જેથી વાળ સુરક્ષિત રહે.

દિવસભર કામ કર્યા બાદ વાળમાં ગુંચ વળી જાય છે. તેથી રાત્રે વાળની ગુંચ કાઢી ઢીલી ચોટી બાંધી સૂવુ જોઈએ.

સૂતા પહેલા વાળમાં તેલની માલિશ કરો. તેનાથી વાળને પોષણ મળે છે અને તે મજબૂત થાય છે.

રાત્રે ભીના વાળ સાથે ક્યારેય ન સૂવો. તેનાથી વાળ નબળા પડે છે અને તૂટવાનો ખતરો વધી જાય છે.

ડિસ્ક્લેમર

સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.