પૂર્વોત્તર ભારત પર્યટનના મામલામાં ખુબ આગળ છે, અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે.
અહીંની રાજધાની શિલોંગ પર્યટનનું મુખ્ય કેન્દ્ર છે.
શિલોંગને પૂર્વના સ્કોટલેન્ડના નામથી પણ ઓળખવામાં આવે છે, તેની સ્કોટિશ હાઇલેન્ડ્સથી ખુબ સમાનતા છે.
શિલોંગ સ્કોટલેન્ડના આઇકોનિક હાઇલેન્ડઝની યાદ અપાવે એવી ફરતી ટેકરીઓથી ભરેલું છે
ધુમ્મસવાળા દિવસોમાં, જ્યારે વાદળો ધીમે ધીમે ટેકરીઓને ઢાંકી દે છે, તે સ્કોટલેન્ડ જેવું જ છે.
શિલોંગના સ્થાનિક આદિવાસીઓને સ્કોટિશ લોકોની જેમ જ તેમના વારસા પર ખૂબ ગર્વ છે.
તળાવો અને ધોધનું ઘર, શિલોંગ પણ સ્કોટલેન્ડની જેમ ટેકરીઓથી ઘેરાયેલું છે.
શિલોંગના તળાવો અને ધોધ સ્કોટલેન્ડમાં જોવા મળતી મનોહર સુંદરતાની યાદ અપાવે છે.