હિંદૂ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેને પિતૃ કહેવાય છે.
દર વર્ષે આવતા પિતૃપક્ષમાં લોકો પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડ દાન કરે છે.
પિતૃ પક્ષમાં પિંડદાન કરવાનું વિશેષ મહત્વ છે.
એવી માન્યતા છે કે પિંડદાન કરવાથી મૃત લોકોની આત્મને પોષણ મળે છે.
પિંડદાન 2 ભોજ્ય પદાર્થોથી થાય છે. એક છે માવો અને બીજા ચોખા
પિંડ ચોખાથી બને તેની પાછળનું કારણ છે તે શુદ્ધ અને અક્ષત હોય છે જે ખંડિત થતા નથી.
ચોખાની તાસીર ઠંડી હોય છે. એવું માનવામાં આવે છે કે પિંડથી પિતૃઓને શિતળતા મળે છે.
માન્યતા છે કે ચંદ્રના માધ્યમથી પિતૃને પિંડ મળે છે અને ચોખા અને ચંદ્રને પણ સંબંધ છે.