શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની સીઝનમાં લોકો ઠંડા પાણીની સ્નાન કરવાનું બંધ કરી દેતા હોય છે.
જેમ જેમ તાપમાન ઘટે છે ટાંકીનું પાણી ઠંડુ થવા લાગે છે. તેવામાં ઠંડા પાણીમાં સ્નાન કરવું મુશ્કેલ કામ છે.
ટાંકીના પાણીને તમે નેચરલી ગરમ કરી શકો છો.
તમે કેટલીક ટ્રિક્સની મદદથી શિયાળામાં પણ ટાંકીનું પાણી ગરમ રાખી શકો છો.
થર્મોકોલ ખુબ સારૂ ઇંસુલેટર માનવામાં આવે છે. થર્મોકોલ બહારની ઠંડીને ટાંકીની અંદર જતાં રોકે છે. જેનાથી પાણી વધુ ઠંડુ થશે નહીં.
પાણીને ગરમ રાખવા માટે થર્મોકોલને ટાંકીની ચારેતરફ લગાવી દો. ત્યારબાદ ટાંકીના ઢાંકણને પણ કવર કરી દો.
ટાંકીના પાણીનું તાપમાન સામાન્ય રાખવા માટે તમે ઇંસુલેટેડ કવરનો ઉપયોગ કરી શકો છો.
ઇંસુલેટેડ કવર થર્મોકોલની તુલનામાં વધુ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે છે.