Alto અને WagonR છોડો...આ કાર તેના કરતા વધુ માઈલેજ આપે છે, કિંમત પણ ઓછી, ખરીદવા માટે પડાપડી
મારુતિ સુઝૂકી પાસે ભારતમાં સીએનજી કારોનો સૌથી મોટો પોર્ટફોલિયો છે. જેમાં હેચબેક, સેડાન, ને એમપીવી જેવી વિભિન્ન મોડલની કાર છે. કંપની મારુતિ અલ્ટોથી લઈને વેગનઆર અને સ્વિફ્ટ સહિત મારુતિ ગ્રાન્ડ વિતારા સુધીના મોડલ્સમાં ફેક્ટરી ફિટેડ સીએનજી(Maruti Suzuki CNG Cars) નો વિકલ્પ આપી રહી છે. વેગનઆર, ઓલ્ટો અને અર્ટિગા કેટલીક એવી કારો છે જે સૌથી વધુ વેચાતી સીએનજી મોડલ છે.
Trending Photos
Maruti Celerio CNG Mileage: મારુતિ સુઝૂકી પાસે ભારતમાં સીએનજી કારોનો સૌથી મોટો પોર્ટફોલિયો છે. જેમાં હેચબેક, સેડાન, ને એમપીવી જેવી વિભિન્ન મોડલની કાર છે. કંપની મારુતિ અલ્ટોથી લઈને વેગનઆર અને સ્વિફ્ટ સહિત મારુતિ ગ્રાન્ડ વિતારા સુધીના મોડલ્સમાં ફેક્ટરી ફિટેડ સીએનજી(Maruti Suzuki CNG Cars) નો વિકલ્પ આપી રહી છે. વેગનઆર, ઓલ્ટો અને અર્ટિગા કેટલીક એવી કારો છે જે સૌથી વધુ વેચાતી સીએનજી મોડલ છે. પરંતુ સૌથી વધુ માઈલેજ આપતી સીએનજી કારની વાત કરીએ તો તેમાં એક બીજી જ કાર છે.
મારુતિ સુઝીકીની સેલેરિયો (Maruti Suzuki Celerio) સૌથી આગળ છે. ત્યારબાદ ઓલ્ટો અને વેગનઆર કાર આવે છે. આથી જો તમે સીએનજી કાર ખરીદવાનું વિચારતા હોવ તો સેલેરિયો એક સારો વિકલ્પ બની શકે છે જે તમે વધુ માઈલેજ અને ઓછા ખર્ચમાં મુસાફરી કરવાની સુવિધા આપે છે.
Celerio, Wagon R, Alto, S-Presso ના સીએનજી વર્ઝનના માઈલેજ
મારુતિ સુઝૂકીની સીએનજી વર્ઝનવાળી કારોમાં Celerio, Wagon R, Alto, S-Presso છે. મારુતિ સિલેરિયોનું સીએનજી વર્ઝન ગત વર્ષની શરૂઆતમાં લોન્ચ કરાયું હતું અને તે 35.60 કિમી પ્રતિ કિલોગ્રામ સીએનજીની માઈલેજ આપે છે. જ્યારે મારુતિ વેગનઆર સીએનજીની માઈલેજ 32.52km, મારુતિ ઓલ્ટો સીએનજીની માઈલેજ 31.59km, મારુતિ સુઝૂકી એસપ્રેસો સીએનજીની માઈલેજ 31.2km છે. આ રીતે મારુતિ સુઝૂકીની Celerio CNG કાર અન્ય સીએનજી કારો કરતા વધુ માઈલેજ આપે છે. જેનાથી તે ગ્રાહકો માટે એક સારો વિકલ્પ બની શકે છે.
સેલેરિયોની કિંમત
મારુતિ સુઝૂકીની સેલેરિયોની કિંમત હાલમાં ભારતમાં 5.37 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જે પેટ્રોલ વર્ઝન માટે છે. સેલેરિયોની સીએનજી વર્ઝનની કિંમત 6.74 લાખ રૂપિયા છે આ ઉપરાંત સેલેરિયોના ટોપ વેરિએન્ટની કિંમત 7.14 લાખ રૂપિયા છે. આ સાથે જ સેલેરિયો પેટ્રોલની માઈલેજ પણ ખુબ સારી છે. જે 24.97 કિમી પ્રતિ લીટરથી લઈન 26.68 કિમી પ્રતિ લીટર સુધીની હોય છે. (અલગ અલગ વેરિએન્ટના આધારે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે