બજારમાં જોવા મળી અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી, 4700 પોઇન્ટના વધારા સાથે બંધ
શુક્રવારે કારોબારમાં શેર બજારમાં શાનદાર રિકવરી જોવા મળી છે. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 3400 પોઇન્ટ ગગડ્યો હતો. જોકે રાહતના સંકેતો બાદ માર્કેટમાં નિચલા સ્તરો પર ખરીદ જોવા મળી ત્યારબાદ સેન્સેક્સ 1325 પોઇન્ટની બઢત સાથે બંધ થયો છે.
Trending Photos
નવી દિલ્હી: શુક્રવારે કારોબારમાં શેર બજારમાં શાનદાર રિકવરી જોવા મળી છે. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 3400 પોઇન્ટ ગગડ્યો હતો. જોકે રાહતના સંકેતો બાદ માર્કેટમાં નિચલા સ્તરો પર ખરીદ જોવા મળી ત્યારબાદ સેન્સેક્સ 1325 પોઇન્ટની બઢત સાથે બંધ થયો છે. એટલે કે નીચલા સ્તરથી સેન્સેક્સમાં 4700 પોઇન્ટથી વધુની રિકવરી જોવા મળી છે. પોઇન્ટ મુજબ આ સેન્સેક્સની અત્યાર સુધીની કોઇ એક સત્રમાં સૌથી મોટી શાનદાર રિકવરી રહી છે. તો બીજી તરફ નિફ્ટી 365 પોઇન્ટની બઢત સાથે 10 હજારના સ્તરના નજીક બંધ થવામાં સફળ રહ્યો છે. નિફ્ટીમાં નીચલા સ્તરોથી લગભગ 1400 પોઇન્ટની રિકવરી રહી છે.
ઘરેલૂ સ્ટોક માર્કેટમાં રિકવરી વિદેશી સંકેતો બાદ નીચલા સ્તરો પર આવેલી ખરીદીના લીધે જોવા મળી છે. ગુરૂવારે આવેલી તેજી બાદ ઘણા સ્ટોક વર્ષના નવા નીચલા સ્તરો પર પહોંચી ગયા હતા. તેમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ જેવા સ્ટોક પણ હતા. વિદેશી બજારોમાંથી મળેલા પોઝિટીવ સંકેતો બાદ રોકાણની દ્વષ્ટિએ સારા સ્તર પર પહોંચેલા સ્ટોક્સમાં ખરીદી જોવા મળી છે. તો બીજી તરફ વિદેશી બજારોમાં આ આશા બાદ બઢત નોંધાઇ છે કે કોરોના સંકતને જોતાં અમેરિકા સહિત દુનિયાભરની સરકારોની અર્થવ્યવસ્થાને લઇને નવા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. ભારતમાં હજુ પણ સરકાર અને રિઝર્વ બેંકે તમામ જરૂરી પગલાં ભરવાના સંકેત આપ્યા છે.
આજના કારોબારમાં સૌથી વધુ બઢત સરકારી બેંકોના શેરોમાં જોવા મળી છે. ઇંડેક્સ લગભગ 12 ટકાની બઢત સાથે બંધ થયો છે. પીએનબી બેંક, બેંક ઓફ બરોડા અને એસબીઆઇ 12 ટકાથી વધુની તેજી સાથે બંધ થયો છે. મેટલ સેક્ટર ઇન્ડેક્સમાં 6 ટકાથી વધુની તેજી સાથે રહી છે. સ્ટીલ ઓથોરિટીના શેરમાં 20 ટકાની તેજી જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે