Coca-Colaની જાહેરાત, 9% આવકમાં ઘટાડા બાદ 2200 લોકોને બતાવશે બહારનો રસ્તો

વિશ્વની જાણિતી સોફ્ટ ડ્રિંક કંપની કોકાકોલા (Coca-Cola) પોતાના 2200 કર્મચારીઓનો ક્રિસમસનો તહેવાર ફિક્કો કરવા જઇ રહી છે. કોવિડ 19ના કારણે આવકમાં ઘટાડાના લીધે કંપની આ નિર્ણય લીધો છે. યોજના હેઠળ અમેરિકાથી જ લગભગ 1200 કર્મચારી નિકાળવામાં આવશે. 

Coca-Colaની જાહેરાત, 9% આવકમાં ઘટાડા બાદ 2200 લોકોને બતાવશે બહારનો રસ્તો

નવી દિલ્હી: વિશ્વની જાણિતી સોફ્ટ ડ્રિંક કંપની કોકાકોલા (Coca-Cola) પોતાના 2200 કર્મચારીઓનો ક્રિસમસનો તહેવાર ફિક્કો કરવા જઇ રહી છે. કોવિડ 19ના કારણે આવકમાં ઘટાડાના લીધે કંપની આ નિર્ણય લીધો છે. યોજના હેઠળ અમેરિકાથી જ લગભગ 1200 કર્મચારી નિકાળવામાં આવશે. 

આ કારણે થયો ઘટાડો
કંપની જે જગ્યા પરથી મુખ્ય આવક થતી હોય છે જેમકે સિનેમાહોલ, બાર અને સ્ટેડિયમ ત્યાં ખૂબ ઓછી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એવામં આ સોફ્ટ ડ્રિકની માંગ ખૂબ ઓછી થઇ ગઇ છે. જેથી તેની આવક પર અસર પડી છે. કંપની આવક 9 ટકા ઘટી ગઇ છે. 

આ વર્ષની શરૂઆતમાં કોકાકોલાની પાસે 86,200 કર્મચારી હતા. અમેરિકામાં ફક્ત 10,400 કર્મચારી કોકાકોલામાં કામ કરતા હતા. આ કપાત કુલ વર્ક ફોર્સની 2.5 ટકા છે. કંપનીની રેવન્યૂ 8.7 બિલિયન ડોલર રહી. કંપનીએ કહ્યુ6 કે વર્ક ફોર્સ ઓવરહોલમાં $ 350 મિલયનથી $ 550 મિલિયનનો ખર્ચ આવશે. કોકે કહ્યું કે આ વાર્ષિક બચત જેટલી રકમ થશે. 

છટણી કોકના બોટલરોને પ્રભાવિત નહી કરે. જે ઘણી હદે સ્વતંત્ર છે. બોટલર્સ સહિત, કંપની દુનિયાભરમાં 700,000થી વધુ લોકોને રોજગાર આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news