શું તમારી પાસે ઝગમગાટ મારતું આધાર કાર્ડ છે? દેખાય છે ATM કાર્ડ.. આ રીતે ઘરે બેઠા કરો ઓર્ડર
તમે માત્ર 50 રૂપિયા ખર્ચીને ક્રેડિટ કાર્ડ જેવું દેખાતું આધાર કાર્ડ મેળવી શકો છો. તે પણ નવું પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ. જેને તમે સરળતાથી તમારા વોલેટમાં રાખી શકો છો.
Trending Photos
બેંકમાં ખાતું ખોલાવવું હોય, અથવા તો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય, દરેક કામમાં સૌથી પહેલા આધાર નંબર માંગવામાં આવે છે. એડ્રેસ પ્રૂફ તરીકે પણ સૌથી વધુ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. સાથે બાળકોના એડમિશનમાં પણ આધાર કાર્ડની જરૂર પડે છે.
વાસ્તવમાં, મોટાભાગના લોકો તેમના ખિસ્સામાં આધાર કાર્ડ રાખે છે. હવે જો આવો મહત્વનો દસ્તાવેજ એટલે કે આધાર કાર્ડ કોઈ કારણસર ખોવાઈ જાય તો ચિંતા થવી સ્વાભાવિક છે. કેટલાક લોકો હજુ પણ કાગળ પર આધારની પ્રિન્ટ લઈને તેણે ફોલ્ડ કરીને ખિસ્સામાં રાખે છે, જેના કારણે વરસાદમાં થોડું ભીનું થયા બાદ પીગળી જવાનો ભય રહે છે. જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર તમારા માટે છે, તમે માત્ર 50 રૂપિયા ખર્ચીને ક્રેડિટ કાર્ડ જેવું દેખાતું આધાર કાર્ડ મેળવી શકો છો. તે પણ નવું પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ. જેને તમે સરળતાથી તમારા વોલેટમાં રાખી શકો છો.
PVC આધાર કાર્ડ મંગાવવાની રીત
જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય, તો તમે ઘરે બેસીને બીજું આધાર કાર્ડ (આધાર રિપ્રિન્ટ) મેળવી શકો છો. એના માટે તમારે માત્ર 50 રૂપિયા ખર્ચવા પડશે, જેમાં સ્પીડ પોસ્ટનો ખર્ચ પણ સામેલ છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હવે આધાર કાર્ડનું પોલીવિનાઈલ ક્લોરાઈડ (PVC) કાર્ડ જાહેર કરી રહ્યું છે. આવો જાણીએ કે તમે PVC આધાર કાર્ડ કેવી રીતે મેળવી શકો છો.
સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ (https://uidai.gov.in) ઓપન કરો, ત્યારબાદ 'My Aadhaar Section'માં 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો. તમે ઓર્ડર આધાર PVC કાર્ડ પર ક્લિક કરો કે તરત જ તમારે 12 અંકનો આધાર નંબર અથવા 16 અંકનો વર્ચ્યુઅલ ID અથવા 28 અંકનો EID દાખલ કરવો પડશે, આ ત્રણમાંથી કોઈપણ એક દાખલ કરવાનું રહેશે. આધાર નંબર દાખલ કર્યા પછી નીચે સુરક્ષા કોડ અથવા કેપ્ચા કોડ દાખલ કરો. પછી નીચે Send OTP પર ક્લિક કરો. જે બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP દાખલ કર્યા પછી નીચે દર્શાવેલ સબમિટ પર ક્લિક કરો. તે પછી સ્ક્રીન પર PVC Card ની પ્રીવ્યુ કોપી દેખાશે. જેમાં તમારા આધાર સાથે સંબંધિત વિગતો હશે.
જો તમારો મોબાઈલ નંબર આધાર ડેટાબેઝમાં રજિસ્ટર નથી, તો Request OTP ની સામે આપેલ સંબંધિત વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પ પસંદ કર્યા પછી તમને તમારો મોબાઇલ નંબર પૂછવામાં આવશે, નવો મોબાઇલ નંબર દાખલ કર્યા પછી તમારે OTP બટન પર ક્લિક કરવાનું રહેશે. છેલ્લે પેમેન્ટ ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરીને તમે વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા 50 રૂપિયા ચૂકવી શકો છો. ત્યાર બાદ Aadhaar PVC Card મંગાવવામાં આવશે. થોડા દિવસો પછી પીવીસી આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચી જશે. 15 દિવસોમાં ચમચમાતું આધાર કાર્ડ તમારા ઘર સુધી પહોંચી જશે.
PVC આધાર કાર્ડની ખાસિયત
UIDAI અનુસાર નવા PVC કાર્ડની પ્રિન્ટિંગ અને લેમિનેશનની ક્વોલિટી ઘણી સારી છે. જે જોવામાં આકર્ષક છે અને લાંબા સમય સુધી ચાલશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પીવીસી આધાર કાર્ડ વરસાદમાં પણ ખરાબ નહીં થાય. તે સરળતાથી ખિસ્સામાં ફિટ થઈ જશે.
આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ
આ સિવાય પીવીસી આધાર કાર્ડ આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. સિક્યોરિટી માટે આ નવા કોર્ડમાં હોલોગ્રામ, ગુલોચે પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા PVC આધાર કાર્ડ સાથે QR કોડ દ્વારા કાર્ડની અધિકૃતતાની તાત્કાલિક પુષ્ટિ કરી શકાય છે. આમાં કોઈ ટેકનિકલ સમસ્યા રહેશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે