ઇ કોમર્સ કંપનીઓ માટે લેવાયો મોટો નિર્ણય
આ પગલાનો હેતુ ટેક્સ ચોરીને રોકવાનો છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબરથી ઇ-કોમર્સ કંપનીઓ પોતાના સપ્લાયર્સને ચૂકવણી કરતા પહેલાં જ સ્ત્રોત પર 1 ટકા ટેક્સ કલેક્શન કરશે. આ પગલાનો હેતુ ટેક્સની ચોરીને રોકવાનો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીઝ એન્ડ કસ્ટમ (CBIC)એ શનિવારે આ વાતની સૂચના જાહેર કરી છે. સીબીઆઇસીએ કહ્યું છે કે ટીસીએસ માટે આ કંપનીઓનું અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ઇ-કોમર્સ કંપની પાસે પહેલાંથી સપ્લાયર્સ માટે જીએસટી રજિસ્ટ્રેશન કે પછી જીએસટી ઇનવોઇસ નંબર હોય તો પણ અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કંપનીના સંચાલકે કોઈ મહિના માટે ભેગા કરેલો કર મહિનાના અંતના 10 દિવસની અંદર સરકાર પાસે જમા કરાવવો પડશે. વિભાગે આ સાથે જોડાયેલા મુદ્દાઓને સમજાવા માટે 29 સવાલ અને જવાબનું લિસ્ટ પણ પ્રકાશિત કર્યું છે.
આ નિર્ણય વિશે ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ અસોશિયેશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે આના કારણે કંપનીઓ પર કારણ વગર લોડ પડશે. આ નવા નિયમને પગલે સંચાલનને લગતા પડકાર વધશે. કંપનીઓનું કહેવું છે કે આ માત્ર ઓનલાઇન પ્લેટફોર્મ છે અને રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે