Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂપિયાની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ!

Mera Bill Mera Adhikar: હવે ફક્ત સામાનની ખરીદીકરીને બિલ અપલોડ કરતાં તમને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ જીતવાની તક મળી રહી છે. જાણો આ ખાસ સ્કીમ વિશે. 
 

Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂપિયાની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ!

Mera Bill Mera Adhikar: કેન્દ્ર સરકારે રિટેલ અને હોલસેલ વેપારીઓમાં GST બિલનો વ્યાપ વધારવા માટે 'મેરા બિલ મેરા અધિકાર' યોજના (Mera Bill Mera Adhikar) શરૂ કરી છે. આ યોજનાની જાહેરાત કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે આના દ્વારા દરેક ક્વાર્ટરમાં 1 કરોડ રૂપિયાના બે બમ્પર ઈનામ આપવામાં આવશે. 10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીના અન્ય ઘણા ઈનામો પણ સહભાગીઓને આપવામાં આવશે. આ યોજના 1 સપ્ટેમ્બર, 2023 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે.

10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીના મળશે ઇનામો
આ વિશેષ યોજના વિશે માહિતી આપતા નાણા મંત્રાલયે કહ્યું છે કે દર મહિને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બિલ અપલોડ કરનારા 800 લોકોને 10,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આવા 10 ભાગ્યશાળી લોકો હશે જેમને દરેકને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. બમ્પર પ્રાઇઝની વાત કરીએ તો, તે ત્રિમાસિક ધોરણે આપવામાં આવશે. આ બમ્પર પુરસ્કારનો લાભ ક્વાર્ટરમાં અપલોડ કરાયેલા કોઈપણ બિલના સહભાગીઓ મેળવી શકે છે.

સ્કીમથી મળશે આ ફાયદો
'મેરા બિલ મેરા અધિકાર' યોજના ખાસ કરીને એટલા માટે લોન્ચ કરવામાં આવી છે કે જેથી ગ્રાહકો GST બિલ અથવા ઇન્વૉઇસ લેવા માટે પ્રોત્સાહિત થાય. જો વધુને વધુ GST ઇન્વૉઇસ જનરેટ થશે, તો બિઝનેસમેન ટેક્સમાંથી બચી શકશે નહીં. તેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે. આ યોજના આસામ, ગુજરાત, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ માટે શરૂ કરવામાં આવી છે. 'મેરા બિલ મેરા અધિકાર' સ્કીમનો લાભ મેળવવા માટે, અપલોડ કરેલા ઇન્વૉઇસમાં GSTIN ઇન્વૉઇસ નંબર, ચૂકવેલ રકમ, ટેક્સની રકમ, ઇન્વૉઇસની તારીખ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના નામનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

 

— CBIC (@cbic_india) August 24, 2023

કેવી રીતે બિલ કરશો અપલોડ
તેના માટે તમારે 'મેરા બિલ મેરા અધિકાર' એપને આઇઓએસ અને એંડ્રોઇડ પરથી ડાઉનલોડ કરો. 
આ ઉપરાંત તમે web.merabill.gst.gov.in પર પણ વિઝિટ કરી શકો છો. 
અહીં ઓછામાં ઓછા 200 રૂપિયાના બિલને અપલોડ કરી શકાય છે. 
ધ્યાન રાખો કે એક મહિનામાં એક યૂઝર વધુમાં વધુ 25 બિલ સુધી અપલોડ કરી શકે છે. 

વિજેતાઓને બતાવવા પડશે આ ડોક્યુમેંટ્સ
નાણા મંત્રાલયે જાણકારી આપી છે કે જે વિજેતાઓને ઇનામ મળશે તેમને પાન નંબર, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ્સને 'મેરા બિલ મેરા અધિકાર' એપ પર અપલોડ કરવી પડશે. આ તમામ માહિતી પુરસ્કારની જાહેરાતના 30 દિવસની અંદર આપવી જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news