Agriculture: મલ્ચિંગ ટેક્નોલોજી વિશે ખાસ જાણો...જે ખેડૂતની કમાણી બમણી કરી નાખે છે

ઝડપથી બદલાતી ટેક્નોલોજીના આ દૌરમાં હવે ખેતીમાં પણ ટેક્નોલોજીનો ખુબ ઉપયોગ થવા લાગ્યો છે. ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી અનેક ખેડૂતો પાક વધારી રહ્યા છે. ઉત્પાદન વધવાનું એક કારણ એ પણ છે કે પહેલાની સરખામણીમાં હવે નુકસાન ઓછું થઈ રહ્યું છે. કારણ કે ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.

Agriculture: મલ્ચિંગ ટેક્નોલોજી વિશે ખાસ જાણો...જે ખેડૂતની કમાણી બમણી કરી નાખે છે

ઝડપથી બદલાતી ટેક્નોલોજીના આ દૌરમાં હવે ખેતીમાં પણ ટેક્નોલોજીનો ખુબ ઉપયોગ થવા લાગ્યો છે. ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી અનેક ખેડૂતો પાક વધારી રહ્યા છે. ઉત્પાદન વધવાનું એક કારણ એ પણ છે કે પહેલાની સરખામણીમાં હવે નુકસાન ઓછું થઈ રહ્યું છે. કારણ કે ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. આજે અમે એક એવી ટેક્નોલોજીની વાત કરીશું  જેનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે પરંતુ હવે તેણે પોતાનું રૂપ બદલ્યું છે. અહીં અમે વાત કરી રહ્યા છે મલ્ચિંગ પેપર  (Mulching Paper) ની જેના દ્વારા ખેતરોમાં મલ્ચિંગ થાય છે. આ વિશે ખાસ જાણવા જેવું છે. 

પહેલા તમે મલ્ચિંગનો અર્થ સમજો
મલ્ચિંગ હેઠળ ખેતરોમાં પોલીથીન બિછાવવામાં આવે છે. આ પોલીથીન અલગ અલગ માઈક્રોન એટલે કે અલગ અલગ જાડાઈવાળી હોય છે. જૂના જમાનામાં પોલીથીનની જગ્યાએ મલ્ચિંગ માટે પરાલી કે શેરડીના પાંદડાનો ઉપયોગ થતો હતો. અનેક જગ્યાઓ પર મલ્ચિંગ માટે ફૂસ (ઝૂપડી બનાવવા માટે ઘાસ)નો પણ ઉપયોગ થતો હતો. આજના સમયમાં મલ્ચિંગ માટે પોલીથીનનો ઉપયોગ થાય છે. જેને હાથેથી બિછાવવામાં આવે છે અને તેને બિછાવવા માટે અનેક પ્રકારની મશીનો પણ આવે છે. 

મલ્ચિંગથી થાય છે 3 મોટા ફાયદા
જો ખેડૂત મલ્ચિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરે તો તેમને 3 મોટા ફાયદા થાય છે. પહેલો ફાયદો એ થાય છે કે તેનાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે જેનાથી સિંચાઈની બહુ ઓછી જરૂર પડે છે. એટલે સુધી કે જો મલ્ચિંગથી ખેતી કરો તો ડ્રિપ ઈરિગેશનથી પણ સિંચાઈ કરી શકો છો અને મોટાભાગના લોકો આવું કરે પણ છે. બીજો મોટો ફાયદો એ થાય છે કે તેને બિછાવવાના કારણે નિંદણ થતું નથી. જેના કારણે બધુ પોષણ છોડવાને મળે છે. આ સાથે જ નિંદણને કાઢવામાં થતો ખર્ચ પણ બચે છે. નિંદણ નિયંત્રણના કારણે છોડવામાં કીટ કે રોગ પણ બહુ ઓછા લાગે છે. જેનાથી કીટનાશકનો ખર્ચ પણ બચે છે. 

ખેડૂતોની કમાણી થાય છે બમણી
મલ્ચિંગ પેપર બિછાવવાના કારણે ખેડૂતોની કમાણી બમણી સુધી થઈ જાય છે. આવું એટલા માટે કારણ કે તેનાથી એક તો ખેડૂતોએ ઓછી સિંચાઈ કરવી પડે છે. બીજુ તેનાથી નિંદણ કાઢવાનો ખર્ચો પણ બચે છે. ત્રીજુ તેના કારણે કીટનાશક પર ઓછો ખર્ચ થાય છે. આ બધાનું પરિણામ એ આવે છે કે સારું ઉત્પાદન અને ઓછો ખર્ચ...જેના કારણે ખેડૂતોની આવક બમણી સુધી પહોંચે છે. 

મલ્ચિંગ પેપરનો ખર્ચ
બજારમાં મલ્ચિંગ પેપર અલગ અલગ ક્વોલિટીના મળે છે. જો તમારે ઓછી ક્વોલિટીવાળા મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરવો હોય તો પછી તમારે દર વખતે નવી મલ્ચિંગ બિછાવવી પડશે. જ્યારે સારા ક્વોલિટીના મલ્ચિંગ પેપર 2-3 સીઝન સુધી ચાલે છે. એક એકર જમીનમાં ખેડૂતને મલ્ચિંગ પેપર બિછાવવાનો ખર્ચો સરેરાશ લગભગ 12 થી 15 હજાર રૂપિયા સુધી આવતો હોય છે. 

કઈ કઈ ખેતીમાં કામ આવે છે મલ્ચિંગ
મલ્ચિંગ પેપરનો ઉપયોગ તે તમામ ખેતીમાં થઈ શકે છે જેમાં પાક જમીન પર દૂર દૂર લગાવવામાં આવે છે અને તેમાં ઘાસ જામવાથી મુશ્કેલી થાય છે. માની લો કે કોઈ  ખેડૂત મરચા કે રિંગણા કે ફ્લાવર જેવા પાક લે છે તો ત્યાં મલ્ચિંગનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે ઘઉ, શેરડી, સરસવ જેવા પાકમાં મલ્ચિંગનો ઉપયોગ થતો નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news