Debit અને Credit Card પર ઈનસ્યોરન્સ કવરનો આવી રીતે ઉઠાવો લાભ, ચૂકવવું પડતું નથી પ્રિમિયમ

Insurance Business: બેંકોમાં તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વીમા કવચ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ વીમા કવર રૂ. 50000થી રૂ.1 કરોડ સુધીનું હોય છે. જો કે, તે તમારા કાર્ડના પ્રકાર પર આધારિત છે. અકસ્માતના કિસ્સામાં તમે આનો લાભ કેવી રીતે લઈ શકો? ચાલો જાણીએ.

Debit અને Credit Card પર ઈનસ્યોરન્સ કવરનો આવી રીતે ઉઠાવો લાભ, ચૂકવવું પડતું નથી પ્રિમિયમ

Accidental Insurance Cover: આજના સમયમાં કોઈ પણ વ્યક્તિએ ખાતું ખોલાવવા પર બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આપે છે. તે ખાતાધારકને વ્યવહારો સાથે વ્યક્તિગત અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. આ વીમા કવરમાં આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવું, કાયમી અપંગતા અને આકસ્મિક મૃત્યુનો સમાવેશ થાય છે.

બેંકોમાં તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વીમા કવચ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ વીમા કવર રૂ. 50000થી રૂ.1 કરોડ સુધીનું હોય છે. જો કે, તે તમારા કાર્ડના પ્રકાર પર આધારિત છે. અકસ્માતના કિસ્સામાં તમે આનો લાભ કેવી રીતે લઈ શકો? ચાલો જાણીએ.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વીમા માટે કેવી રીતે મેળવવો?
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વીમા કવચનો દાવો કરવા માટે તમારું કાર્ડ સક્રિય હોવું જોઈએ. અકસ્માતના 90 દિવસની અંદર દાવો કરવો પડે. અકસ્માતના કિસ્સામાં, અરજદારે વીમાનો દાવો ફાઇલ કરતી વખતે પોલીસમાં નોંધાવેલી ફરિયાદની નકલ જોડવી જરૂરી છે. જો તમે આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવાનો દાવો કરી રહ્યાં છો, તો તમારે હોસ્પિટલ અને દવાઓનું બિલ પણ બતાવવું પડશે. અત્રે નોંધનીય છે કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વીમા કવચનો લાભ તમને ત્યારે જ મળશે જો તમે છેલ્લા 90 દિવસમાં તમારા કાર્ડથી કોઈ વ્યવહાર કર્યો હશે.

અકસ્માતના કારણે જો મૃત્યુ થાય છે તો તેવા કિસ્સામાં, કાર્ડધારકના નોમિનીએ મૃતકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, મૃત્યુનું પ્રમાણપત્ર અને પોલીસ રિપોર્ટ સબમિટ કરાવવાનો હોય છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વીમા કવર માટે, કાર્ડધારકે કોઈ વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news