IPO News: ખેડૂત પુત્ર લાવી રહ્યો છે 340 કરોડનો IPO, પૈસા થઈ જશે ડબલ! જાણો ક્યારે ખુલશે?
આ આઈપીઓ 25 સપ્ટેમ્બરે ઓપન થશે અને તેમાં 27 સપ્ટેમ્બર સુધી પૈસા રોકી શકાશે. આ ઈશ્યુ દ્વારા કંપનીનો પ્લાન માર્કેટમાંથી 341 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે.
Trending Photos
એવું કહેવાય છે કે સિદ્ધિ એને જઈ વરે...જે પરસેવે ન્હાય. મન હોય તો માળવે જવાય. રાજસ્થાનના એક ખેડૂત પુત્ર પર આ કહેવત બિલકુલ સાચી ઠરે છે. ખેડૂત પુત્ર સંતોષકુમાર યાદવની કંપની હવે શેર માર્કેટમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. KRN Heat Exchanger and Refrigeration કંપનીનો ઈશ્યુ 25 સપ્ટેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. જાણો વિસ્તૃત માહિતી....
નોકરી છોડી શરૂ કરી કંપની
સંતોષકુમાર યાદવની ઉંમર 44 વર્ષ છે અને તેઓ રાજસ્થાનના એક નાનકડાં શહેર તિજારાથી આવે છે. તેમના પિતા ખેડૂત છે. પરંતુ આ ખેડૂત પુત્રએ પોતાના અથાગ પ્રયત્નો થકી લોયડ ઈલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગમાં એક ટ્રેઈની ઓપરેટરથી KRN હીટ એક્સચેન્જ એન્ડ રેફ્રીજરેશન કંપની લિમિટેડના ફાઉન્ડર બનવા સુધીની પ્રેરણાદાયક સફર કરી છે. વર્ષ 2013માં તેમણે લોયડ ઈલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગની કંપની છોડ્યા બાદ એક રોકાણકાર સાથે ભિવાડીમાં માઈક્રો કોઈલ્સ એન્ડ રેફ્રિજરેશનની સ્થાપના કરી. વર્ષ 2017માં તેમણે કંપનીમાં પોતાની ભાગીદારી વેચી દીધી અને કેઆરએન હીટ એક્સચેન્જર્સ એન્ડ રેફ્રિજરેશન શરૂ કરી.
શું કરે છે KRN કંપની?
કંપનીની વાત કરીએ તો આ KRN કંપની હીટિંગ, વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ અને રેફ્રીજરેશન (HVAC&R) બિઝનેસમાં OEM દ્વારા ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ અને કોપર ફિન ટ્યુબ કન્ડેન્સર અને કોઈલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. 2017માં સ્થાપિત થયા બાદ કંપનીએ 2018માં મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કર્યું હતું અને આજે ભારતમાં ઓછામાં ઓછા 17 રાજ્યોમાં પોતાના પ્રોડક્ટ્સનું સપ્લાય કરે છે. આ સિવાય અમેરિકા, કેનેડા, ઈટલી, અને જર્મની સહિત 9 દેશોમાં કંપનીના ઉત્પાદનો નિકાસ થઈ રહ્યા છે. બિઝનેસ વધવાની સાથે જ કંપનીની રેવન્યૂમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. FY24માં આ આંકડો 308.28 કરોડ રૂપિયા રહ્યો હતો.
341 કરોડ રૂપિયા ભેગા કરવા છે
KRN Heat Exchanger આઈપીઓ વિશે વાત કરીએ તો આ ઈશ્યુ 25 સપ્ટેમ્બરે ખુલશે અને તેમાં રોકાણકારો 27 સપ્ટેમ્બર સુધી પૈસા લગાવી શકશે. આ આઈપીઓની સાઈઝ 341.95 કરોડ રૂપિયા છે અને તે હેઠળ સંતોષ યાદવની કંપની કુલ 15,543,000 શેર બહાર પાડશે. આ તમામ ફ્રેશ શેર હશે અને તેની ફેસ વેલ્યુ 10 રૂપિયા હશે. આ એક બુક બિલ્ટ ઈશ્યુ હશે અને તેનું લિસ્ટિંગ BSE-NSE પર થશે.
પ્રાઈસ બેન્ડ
આઈપીઓ માટે કંપનીએ 209 રૂપિયાથી 220 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. આ સિવાય આ આઈપીઓનો લોટ સાઈઝ 65 શેરનો છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સે ઓછામાં ઓછું આટલા શેરો માટે તો બોલી લગાવવી પડશે. અપર પ્રાઈસ બેન્ડ પ્રમાણે જોઈએ તો રોકાણકારોએ એક લોટ માટે 14300 રૂપિયાનું મિનિમમ રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકાશે. જેના માટે 185,900 રૂપિયા ખર્ચ કરી શકાશે. સામાન્ય રોકાણકારો માટે ખુલવાના એક દિવસ પહેલા 24 સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે તેને એંકર રોકાણકારો માટે ઓપન કરવામાં આવશે.
ગ્રે-માર્કેટમાં ધમાલ, જાણો ક્યારે લિસ્ટિંગ?
સંતોષ યાદવની આ કંપનીનો આઈપીઓ ઓપન થતા પહેલા જ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે. આઈપીઓ પ્રીમિયમ મુજબ 23 સપ્ટેમ્બરના રોજ તેના શેર અનલિસ્ટેડ માર્કેટમાં 110 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. એ રીતે જોઈએ તો હાલ રોકાણકારોને ડબલ પૈસા મળે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. જો કે લિસ્ટિંગ ડે પર શું થાય છે તે જોવાનું રહેશે. 27 સપ્ટેમ્બરના રોજ ક્લોઝ થયા બાદ તેના શેરોનું એલોટમેન્ટ 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને ડીમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ પ્રોસેસ 1 ઓક્ટોબરના રોજ શરૂ થશે. કંપનીનું શેર માર્કેટમાં લિસ્ટિંગ કરવા માટે સંભવિત તારીખ 3 ઓક્ટોબરના રોજ નક્કી કરાઈ છે.
(Disclaimer: અહીં ફક્ત આઈપીઓ વિશે જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે