લૉકડાઉનમાં ખુલ્યો ટેલ્સાનો પ્લાન્ટ, CEO એલન મસ્ક બોલ્યા- ધરપકડ કરવી હોય તો કરી લો
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અમેરિકામાં લૉકડાઉન લાગૂ છે. આ કારણે દેશને ઇકોનોમીનો મોટો ફટકો પડ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણથી વિશ્વના મોટા ભાગના દેશ પ્રભાવિત છે. આ વાયરસે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. કોરોનાથી અમેરિકામાં મૃત્યુઆંક 80 હજારને પાર પહોંચી ચુક્યો છે.
આ સંકટમાંથી બહાર આવવા માટે અમેરિકામાં કડક લૉકડાઉન પણ લાગૂ કરવામાં આવ્યું છે. આ લૉકડાઉન છતાં અમેરિકી ઇલેક્ટ્રિક-કાર કંપની ટેલ્સાએ પોતાનો કેલિફોર્નિયા સ્થિત પ્લાન્ટને બીજીવાર ખોલી દીધો છે. મહત્વની વાત છે કે ટેલ્સાના સીઈઓએ સરકારને પડકાર પણ આવ્યો છે. એલન મસ્કે પ્લાન્ટ ખોલવાની જાણકારી આપતા કહ્યું કે, તે ધરપકડ માટે પણ તૈયાર છે.
ટ્વીટ કરી આપ્યો પડકાર
ટેલ્સાના સીઈઓ એલન મસ્કે ટ્વીટ કર્યુ, 'ટેલ્સા અલ્મેડા કાઉન્ટી રૂલ્સ વિરુદ્ધ પ્રોડક્શન બીજીવાર શરૂ કરી રહી છે. હું બાકી તમામ લોકો સાથે લાઇનમાં રહીશ. જો કોઈની ધરપકડ કરવામાં આવે છે તો માત્ર મારી થવી જોઈએ.' સ્થાનીક મીડિયા પ્રમાણે એલનના ટ્વીટ બાદ થોડા કલાકોમાં ટેલ્સાના કેલિફોર્નિયાની એલ્મેડા કાઉન્ટી પર કેસ દાખલ કરી લીધો છે. અહીં મહત્વનું છે કે અલ્મેડા કાઉન્ટી કેલિફોર્નિયાની લોકલ ઓથોરિટી છે.
લૉકડાઉનના વિરોધમાં છે એલન મસ્ક
આ પ્રથમ વખત નથી જ્યારે ટેલ્સાના સીઈઓ એલન મસ્કે લૉકડાઉનનો વિરોધ કર્યો છે. તેઓ સતત તંત્રના ઘરમા રહેવાના આદેશની ટીકા કરી રહ્યા છે. આ સાથે પ્લાન્ટને ખોલવાની માગ કરી રહ્યા છે. પરંતુ તંત્ર તરફથી મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.
સ્થાનીક મીડિયા પ્રમાણે તેવી આશંકા છે કે એલન મસ્ક કેલિફોર્નિયાથી પ્લાન્ટને હટાવી શકે છએ. લોકલ ઓથોરિટી અને એલન મસ્ક વચ્ચે વિવાદ વધવાની સ્થિતિમાં રાજ્યના ગવર્નરથી દખલ દેવાની માગ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અમેરિકાના કેલિફોર્નિયા સહિત કેટલાક રાજ્યોમાં છેલ્લા 50 દિવસથી લૉકડાઉન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે