માત્ર એક મિસ કોલથી જાણી શકો છો જનધન ખાતાનું બેલેન્સ, અહીં જાણો સરળ રીત
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે પહેલાથી પ્રધાન મંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ આર્થિક મદદની જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે જનધન ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના ખાતાધારક હજુ બેલેન્સ ચેક કરવા માટે પોતાની બેન્કની બ્રાન્ચમાં જાય છે. પરંતુ લૉકડાઉનની સ્થિતિમાં લોકોનું બેન્ક જવું સંભવ નથી. તેવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ તમને સરળ રીત. માત્ર એક મિસ કોલથી તમે જાણી શકશો ખાતાનું બેલેન્સ.
એસબીઆઈએ શરૂ કરી આ સુવિધા
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ખાતાધારકો માટે આ સુવિધા શરૂ કરી છે. કોઈપણ જનધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર કોલ કરીને પોતાનું બેલેન્સ જાણી શકે છે. ખાતાધારકે પોતાના રજીસ્ટર ફોન નંબરથી કોલ કરવાનો રહેશે. તમે એક સાથે તમારા છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી મેળવી શકશો. આ સિવાય ખાતાદારક પોતાના રજીસ્ટર મોબાઇલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ તમામ જાણળારી મેળવી શકે છે.
આમ કરાવો તમારો ફોન નંબર રજીસ્ટર
જો તમે જનધન ખાતા ધારક હોવા છતાં તમારો ફોન નંબર બેન્કમાં રજીસ્ટર નથી તો પણ કોઈ સમસ્યા નથી. તમે 09223488888 પર પણ મેસેજ કરીને તમારા ખાતા નંબરની સાથે રજીસ્ટર કરાવી શકો છે. તેના માટે તમારે REG AccountNumber લખીને મોકલવું પડશે.
મહત્વનું છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે પહેલાથી પ્રધાન મંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ આર્થિક મદદની જાહેરાત કરી હતી. આ માટે સરકાર ખાતાધારકોના બેન્ક એકાઉન્ટમાં આગામી ત્રણ મહિના સુધી પૈસા મોકલશે. પ્રથમ હપ્તો 3 એપ્રિલે ખાતાધારકોના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે