મહિનાના પ્રથમ દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ
બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલ બાદ (Petrol Diesel price)ના ભાવમાં મહિનાના પહેલાં દિવસે એટલે કે 1 નવેમ્બરના રોજ ઘટાડો થયો છે. આ પહેલાં બે દિવસ ભાવમાં કોઇ ફેરફાર થયો નથી અને આ જૂના સ્તર યથાવત રહ્યો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હી: બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલ બાદ (Petrol Diesel price)ના ભાવમાં મહિનાના પહેલાં દિવસે એટલે કે 1 નવેમ્બરના રોજ ઘટાડો થયો છે. આ પહેલાં બે દિવસ ભાવમાં કોઇ ફેરફાર થયો નથી અને આ જૂના સ્તર યથાવત રહ્યો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 72.86 રૂપિયા અને ડીઝલ 65.80 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો છે.
શુક્રવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.55 રૂપિયા, 78.51 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ પણ ક્રમશ: 68.99 રૂપિયા અને 69.54 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું. જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઉથલ પાથલ દૌર આગામી સમયમાં ચાલુ રહેશે. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલના ભાવમાં લગભગ 2 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 1.50 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
સાઉદી અરામકો પર હુમલા બાદ થોડા દિવસોમાં જ પેટ્રોલના ભાવમાં લગભગ અઢી રૂપિયો પ્રતિ લીટરની તેજી નોંધાઇ હતી. ડીઝલ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘુ થયું હતું. હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા બાદ ઘરેલૂ બજારમાં પણ ઘટાડો આવી રહ્યો છે. શુકરવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.70 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 54.36 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે