Fact Check: શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત
PIB Fact Check: સોશિયલ મીડિયા પર આ દિવસોમાં મોદી સરકારની એક યોજનાને લઈને મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકાર મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપશે.
Trending Photos
PIB Fact Check: સોશિયલ મીડિયા (Social Media) પર આ દિવસોમાં મોદી સરકારની એક યોજનાને લઈને મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકાર મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપશે. તો આવો જાણીએ તેની પાછળનું સત્ય.
આ ફેક મેસેજ થઈ રહ્યો છે વાયરલ
YouTube ની એક NITI GYAN 4 U ચેનલમાં કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર શ્રમિક સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપી રહી છે. જ્યારે આ મેસેજ અને વીડિયોની માહિતી મેળવવા માટે પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો સત્ય સામે આવ્યું કે આ દાવો ખોટો છે. આ પ્રકારની કોઈ યોજના સરકાર તરફથી લોન્ચ કરવામાં આવી નથી. પીઆઈબીએ જણાવ્યું કે કોઈપણ સરકારી યોજનાની સાચી જાણકારી સરકારી સત્તાવાર વેબસાઇટ પર જઈને જરૂર ચેક કરો.
दावा👇
'NITI GYAN 4 U' नामक #YouTube चैनल के एक वीडियो के अनुसार, केंद्र सरकार "श्रमिक सम्मान योजना" के तहत महिलाओं को प्रति माह ₹5100 दे रही है।
तथ्य ✅
▪️ यह दावा फ़र्ज़ी है।
▪️ भारत सरकार द्वारा "श्रमिक सम्मान" नामक कोई भी योजना नहीं चलाई जा रही है।#PIBFactCheck pic.twitter.com/zy0MRYL2UK
— PIB Fact Check (@PIBFactCheck) May 31, 2023
PIB એ ટ્વીટ કરી આપી જાણકારી
પીઆઈબીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'NITI GYAN 4 U' નામની #YouTube ચેનલના એક વીડિયો પ્રમાણે કેન્દ્ર સરકાર શ્રમિક સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપી રહી છે. પીઆઈબીએ ફેક્ટ ચેકમાં જણાવ્યું કે આ દાવો ખોટો છે. ભારત સરકાર દ્વારા શ્રમિક સન્માન નામની કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
આ પ્રકારના મેસેજને શેર કરવાથી બચો
જો તમારી પાસે પણ આવો મેસેજ આવે છે તો તેને શેર કરતા પહેલાં ચેક કરો કે આ વિગત સાચી છે કે ખોટી. આ પ્રકારના ફેક સમાચાર કોઈને સાથે શેર કરવા નહીં.
શું છે PIB ફેક્ટ ચેક?
પીઆઈબી ફેક્ટ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ ફેક મેસેજ કે પોસ્ટને સામે લાવે છે અને તેનું ખંડન કરે છે. આ સરકારી નીતિઓ અને સ્કીમો પર ખોટી જાણકારીનું સત્ય સામે લાવે છે.
વાયરલ મેસેજનું કરાવી શકો છો ફેક્ટ ચેક
જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા ઈચ્છો છો તો 918799711259 આ મોબાઇલ નંબર કે socialmedia@pib.gov.in પર મેઇલ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે