Vodafone-Idea હવે થયું VI, કંપનીએ લોન્ચ કરી નવી બ્રાન્ડ, 4G સહિત 5G પર રહેશે ફોકસ

Vodafone India Limited હવે VI થઈ ગયું છે. કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, VI ફ્યૂચર રેડી છે અને હવે આ એક બ્રાન્ડ નામ હેઠળ બંન્ને કંપનીઓ બિઝનેસ કરશે.
 

Vodafone-Idea હવે થયું VI, કંપનીએ લોન્ચ કરી નવી બ્રાન્ડ, 4G સહિત 5G પર રહેશે ફોકસ

નવી દિલ્હીઃ Vodafone Idea એક નવા બ્રાન્ડ નામની સાથે હવે ઉપલબ્ધ થશે. તવે તેને VI  (વી) કહેવામાં આવશે. કંપનીએ એક ઈવેન્ટ દરમિયાન બ્રાન્ડ નેમ અને લોગોની જાહેરાત કરી છે. 

V ફોર Vodafone, I ફોર Idea. ભારતમાં મર્જર બાદ પણ અત્યાર સુધી બંન્ને કંપનીઓ પોત-પોતાના નામથી કામ કરી રહી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Vodafone India Limited હવે VI થઈ ગયું છે. કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, VI ફ્યૂચર રેડી છે અને હવે આ એક બ્રાન્ડ નામ હેઠળ બંન્ને કંપનીઓ બિઝનેસ કરશે. કંપનીએ કહ્યું કે, 4Gની સાથે કંપનીની પાસે 5જી ટેક્નોલોજી પણ છે. 

કંપનીએ દાવો કર્યો કે, મર્જર બાદથી દેશભરમાં 4જીની કવરેજ ડબલ થઈ ગઈ છે. પરંતુ કંપનીએ આ દરમિયાન નવા પ્લાનની જાહેરાત કરી નથી. સીઈઓએ આ દરમિયાન કહ્યું કે, કંપની નેટવર્ક ટેક્નોલોજીમાં રોકાણ કરવાનું જારી રાખશે.

અહીં તે એ વાતની હિંટ પણ આપી રહ્યાં છે કે આવનારા સમયમાં સારી સર્વિસની સાથે ટેરિફની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. 

વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે કહ્યુ છે કે વોડાફોન આઈડિયા બે વર્ષ પહેલા મર્જ્ડ એન્ટિટી તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી બંન્ને મોટા નેટવર્કને એક કરવાનું કામ ચાલી રહ્યું હતું હવે તેને VI બ્રાન્ડ નામથી રજૂ કરવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news