લૉકડાઉનમાં નોકરી ગઈ, તો નવી જોબમાં 2 વર્ષ સુધી PF ભરશે સરકાર, આ છે શરતો

નાણામંત્રીએ કહ્યું કે, જે સંસ્થા  EPFO હેઠળ રજીસ્ટર્ડ છે તેને નવા કર્મચારી જોડવા પર સરકાર પાસેથી સબ્સિડી મળશે. આ સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે. એલિબિજલ એમ્પલોયી માટે બે વર્ષ સુધી સરકાર કંપનીને સબ્સિડી આપશે.
 

લૉકડાઉનમાં નોકરી ગઈ, તો નવી જોબમાં 2 વર્ષ સુધી PF ભરશે સરકાર, આ છે શરતો

નવી દિલ્હીઃ કોરોનાથી સંઘર્ષ કરી રહેલા અર્થતંત્રને સમર્થન દેવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને ધનતેરસના દિવસે ઘણી મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ આ તક આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી છે. રોજગારના મુદ્દા પર પ્રદર્શન મજબૂત કરવા માટે આજે નાણામંત્રી સીતારમને આ સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ એક ઓક્ટોબરથી લાગૂ થશે. આ પહેલા પીએમ રોજગાર પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો ઇરાદો સંગઠિત ક્ષેત્રમાં રોજગાર આપવાનો પ્રયાસ છે. 

કોને મળશે લાભ
તેનો લાભ તે લોકોને મળશે જે પહેલા ભવિષ્ય નિધિ (EPFO)મા રજીસ્ટર્ડ નહતા. 15 હજારથી ઓછો પગાર હોય, તો તે તેની અંદર આવી જશે. જેની નોકરી 1 માર્ચથી 30 સપ્ટેમ્બર વચ્ચે ગઈ હોય અને 1 ઓક્ટોબર કે ત્યારબાદ રોજગાર મળ્યો હોય તેને લાભ મળશે. 

30 જૂન 2021 સુધી લાગૂ રહેશે સ્કીમ
નાણામંત્રીએ કહ્યું કે, જે સંસ્થા  EPFO હેઠળ રજીસ્ટર્ડ છે તેને નવા કર્મચારી જોડવા પર સરકાર પાસેથી સબ્સિડી મળશે. આ સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે. એલિબિજલ એમ્પલોયી માટે બે વર્ષ સુધી સરકાર કંપનીને સબ્સિડી આપશે.

સરકારની દિવાળી ભેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી વધુ એક રાહત પેકેજની જાહેરાત

24 ટકા ચુકવણી સરકાર તરફથી
EPF ફંડમાં 12 ટકા પગાર એમ્પલોયર તરફથી અને 12 ટકા એમ્પલાયી તરફથી જમા કરાવવામાં આવે છે. આ સ્કીમ હેઠળ કુલ 24 ટકાની ચુકવણી સરકાર તરફથી નવા કર્મચારીઓ માટે કરવામાં આવશે. તેનો લાભ બે વર્ષ માટે મળશે. 

સપ્ટેમ્બર 2020 રેફરન્સ મંથ
Aatmanirbhar Bharat Rozgar Yojana હેઠળ જ્યારે કોઈ સંસ્થાની સાથે કોઈ નવો કર્મચારી જોડાશે તો સરકાર તરફથી સબ્સિડી મળશે. સપ્ટેમ્બર 2020મા એમ્પલોયી બેસને રેફરન્સ માનવામાં આવશે. કેટલા નવા કર્મચારીને નોકરી મળી છે તેનો હિસાબ આ આધાર પર થશે. 

એમ્પલોયર માટે આ શરતો
એમ્પલોયરને સબ્સિડીનો લાભ લેવા માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે. જો કોઈ કંપનીમાં 50 કર્મચારી કામ કરે છે તો ત્યાં 2 નવા કર્મચારીને નોકરી પર લગાવવાથી સંસ્થાને સબ્સિડીનો ફાયદો મળશે. જો કોઈ સંસ્થામાં પહેલાથી 50થી વધુ કર્મચારી કામ કરે છે તો ત્યાં પાંચ નવા કર્મચારી જોડાવા પર સબ્સિડીનો ફાયદો મળશે. આ સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news