Zomato ડિલીવરી બોય હડતાલ પર, કહ્યું- બીફ અને પોર્ક ડિલીવરી નહી કરે
ધર્મના નામે જ્યાં બે સમુદાયના બે લોકો પરસ્પર સૌહાર્દ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ હાવડામાં ઝોમેટોને હજારો ડિલીવરી મેનને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે કામ બંધ કરી અનિશ્વિતકાલીન હડતાળ પર બેસી ગયા છે. તેમની માંગ છે કે તે કોઇપણ પરિસ્થિતિ અને પોર્કની ડિલીવરી નહી કરે.
Trending Photos
હાવડા: ધર્મના નામે જ્યાં બે સમુદાયના બે લોકો પરસ્પર સૌહાર્દ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ હાવડામાં ઝોમેટોને હજારો ડિલીવરી મેનને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે કામ બંધ કરી અનિશ્વિતકાલીન હડતાળ પર બેસી ગયા છે. તેમની માંગ છે કે તે કોઇપણ પરિસ્થિતિ અને પોર્કની ડિલીવરી નહી કરે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે તેમને બીફ અને પોર્ક પહોંચાડવાનું કહેવામાં આવે છે.
ગત સાત દિવસોથી તે બધા હડતાળ પર છે. જોમેટોના એક ડિલીવરી મેન બજરંગ નાથ વર્માએ કહ્યું કે જે બેગમાં જમવાનું લઇને અમે લોકો ડિલીવરી કરીએ છીએ, તે બેગ લઇને ઘરે જવું પડે છે. તો બીજી તરફ મોહસિન અખ્તરે કહ્યું કે કંઇપણ થઇ જાય, અમે લોકો પોર્ક ડિલીવરી કરીશું નહી. ડિલીવરી મેનનો આરોપ છે કે ડિલીવરી ન કરતાં તેમના કેટલાક વિરૂદ્ધ કંપનીએ ગોલાબાડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમના ઇરાદાઓની ધમકી મળી રહી છે. ડિલીવરી મેનનો આરોપ છે કે કંપની દ્વારા પરિચય પત્ર આપવામાં આવ્યો નહી. પીએફ અને મેડિકલ સુવિધાઓ પણ મળતી નથી. મહિના અંતમાં ન્યૂનતમ વેતન પણ મળતું નથી.
આ વિશે પૂછવામાં આવતાં પછા જાતિ વિકાસ વિભાગના મંત્રી રાજીવ બેનર્જીએ કહ્યું કે આ ખોટું છે. કોઇ કર્મચારીના ધાર્મિક આસ્થાને ચોટ પહોંચાડવાનું કામ કરવું ખોટું છે. કંપની તાત્કાલિક પોતાનો નિર્ણય પરત લઇ લે. ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે