બળાત્કારનો આરોપ લગાવનારી નંદા પર આલોકનાથે ફટકારી માનહાનિની નોટિસ

એક પ્રાઈવેટ ચેનલ સાથે વાત કરતા આલોકનાથે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો તો બોલતા રહેશે. વિંતા નંદાના આરોપોને નકારતા તેમણે કહ્યું કે, હું ન તો આ આરોપોને નકારી રહ્યો છું, ન તો તેની સાથે સહમત છું. તે (બળાત્કાર) થયો તો હશે, પરંતુ કોઈ બીજાએ કર્યો હશે

બળાત્કારનો આરોપ લગાવનારી નંદા પર આલોકનાથે ફટકારી માનહાનિની નોટિસ

નવી દિલ્હી : ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિંતા નંદા દ્વારા રેપના ઓરોપોથી ઘેરાયેલ આલોકનાથે બે દિવસ પહેલા જ કહ્યું હતું કે, તેઓ વિંતા પર જલ્દી જ માનહાનિનો દાવો કરી શકે છે. આ આરોપો લાગ્યા બાદ લગભગ એક સપ્તાહ બાદ આલોકનાથે વિંતા નંદા પર માનહાનિનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આલોકનાથ પર માત્ર વિંતા જ નહિ, પરંતુ જાણીતી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ, દીપિકા અમીન અને હિમાની શિવપુરી જેવી એક્ટ્રેસિસે પણ વિંતાને સપોર્ટ કરીને પોતાના અનુભવો શેર કર્યા હતા.

પોતાના ઉપર લાગેલા અરોપો પર આલોકનાથે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ શરૂઆતમાં તેને વિંતાની કલ્પના હોવાનું કહ્યું હતું. એક પ્રાઈવેટ ચેનલ સાથે વાત કરતા આલોકનાથે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો તો બોલતા રહેશે. વિંતા નંદાના આરોપોને નકારતા તેમણે કહ્યું કે, હું ન તો આ આરોપોને નકારી રહ્યો છું, ન તો તેની સાથે સહમત છું. તે (બળાત્કાર) થયો તો હશે, પરંતુ કોઈ બીજાએ કર્યો હશે. હું હવે આ વિશે વધુ વાતચીત કરવા માંગતો નથી. કેમ કે, જો આ બહાર આવશે, તો વધુ ખેંચાશે.

'संस्कारी' आलोक नाथ पर लगा रेप का आरोप, पत्नी की सहेली ने FB पर लिखा पोस्ट

પરંતુ આ નિવેદન બાદ આલોકનાથે અન્ય કોઈ સ્પષ્ટતા કરી નથી અને અત્યાર સુધી માત્ર પોતાના વકીલ દ્વારા જ વાત કરી રહ્યાં છે. તો એક દિવસ પહેલા જ આલોકનાથ સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવુડની એક્ટ્રેસ હિમાની શિવપુરીએ ગુરુવારે મીડિયાને કહ્યું કે, આલોકના વ્યવહારથી બોલિવુડનું એક રહસ્ય ખૂલ્યું છે. હિમાની આલોકનાથની સાથે હમ સાથ સાથ હૈ, પરદેશ, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો તથા ઘર એક સપના જેવો ટીવી શો કરી ચૂકી છે.

आलोकनाथ पर लगे आरोपों पर हिमानी शिवपुरी ने कहा, 'यह एक खुला राज था'

હિમાનીએ કહ્યું કે, અભિનેતા આલોકનાથ બેવડા ચરિત્રવાળી વ્યક્તિ છે. એટલું જ નહિ, યુવતીઓને શિકાર બનાવવાનો તેમનો વ્યવહાર ફિલ્મી દુનિયાનું એક છુપુ રહસ્ય હતું, જે હવે લોકોની સામે આવી ગયું છે. હિમાનીએ કહ્યું કે, આઈટીએ એવોર્ડ માટે જ્યારે અમે દૂબઈમાં હતા ત્યારે તેમણે દારૂ પીધો હતો. તેમની પત્ની ચિંતામાં હતી અને તેમના આ વ્યવહારથી પરેશાન હતી. કેમ કે તેઓ નશામા ધૂત હતા. એકવાર તેઓ ખુલ્લામા પેશાબ કરતા પણ પકડાયા હતા અને બદવ્યવહારને કારણે તેમને વિમાનમાંથી પણ ઉતારી દેવાય હતા.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news