બોલિવુડના એક ગીતે આપઘાત કરનાર યુવકનો વિચાર બદલ્યો, જાણો કયુ હતુ એ ગીત અને તેના પાછળની કહાની

Hit Songs Of Bollywood : આજના આધુનિક યુગમાં તો મ્યુઝીકને એક થેરાપીના રૂપમાં જોવામાં આવે છે. તો પહેલાના જમાનામાં સંગીતને સાધનાનો દરજ્જો આપવામાં આવતો હતો. સંગીત જીવનમાં શાંતિના દ્વારા ખોલે છે. તો ક્યારે સંગીત સાંભળવાથી જીવન જીવવાની નવી દિશા પણ મળી જાય છે. ત્યારે આજે આપણે જાણીશું એક એવા યુવકની કહાની જે આપઘાત કરવા ગયો હતો. પરંતુ આનંદ બક્ષીનું ગીત સાંભળી તેણે વિચાર બદલ્યો
 

બોલિવુડના એક ગીતે આપઘાત કરનાર યુવકનો વિચાર બદલ્યો, જાણો કયુ હતુ એ ગીત અને તેના પાછળની કહાની

નરેશ ધારાણી/અમદાવાદ :આજનો યુગ ભલે ફિલ્મી સંગીત માટે સૌથી ખરાબ સમય હોય. પરંતુ એક જમાનામાં સેંકડો હિન્દી ફિલ્મો માત્ર ગીતના લીધે થિયેટરોમાં ધૂમ મચાવતી હતી. નબળા અભિનય બાદ પણ ગીતોના લીધે ઘણા એવા અભિનેતા છે જે સ્ટાર બની ગયા હતા. ગીતોના માત્ર મ્યુઝીક પણ અનેક દાયકા સુધી લોકોના સુખ-દુઃખની કહાની કહેતા રહ્યા છે.

એ ગીત જે લોકોના જીવનનો ભાગ બની ગયા
સારા ગીતો લોકોના દિલની ધડકન બની જાય છે. હિન્દી સિનેમામાં આજે ગીતો અને સંગીત તેમના સૌથી ખરાબ તબક્કામાં છે. પરંતુ એક સમયગાળો ખૂબ જ સુંદર હતો. ગીતો ફિલ્મોનું જીવન અને શ્રોતાઓના જીવનનો એક ભાગ બની જતા હતા. આ જ કારણ છે કે, પોતાના સુંદર ગીતો માટે સેંકડો પુરસ્કારો અને ટ્રોફી જીતનાર ગીતકાર આનંદ બક્ષીના જીવનમાં તેમની પાસે આવેલો એક પત્ર ખૂબ જ કિંમતી હતો. 1974 માં દિગ્દર્શક દુલાલ ગુહાની ફિલ્મ દોસ્ત આવી હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે શત્રુઘ્ન સિંહા પણ હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નાના ગેસ્ટ રોલમાં હતા. જેના માટે તેને સ્ક્રીન પર ક્રેડિટ પણ આપવામાં આવી ન હતી.

ગાડી બુલા રહી હૈ ગીતે આપ્યું જીવનદાન
દોસ્ત ફિલ્મનું ગીત હતું ‘ગાડી બુલા રાહી હૈ સીટી બજા રહી હૈ.’ આનંદ બક્ષીએ લખેલું આ ગીત કિશોર કુમારે ગાયું હતું. ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી એક દિવસ આનંદ બક્ષી પાસે તેમના પુત્ર રાકેશ એક પરબિડીયું લઈને આવ્યા. આનંદ બક્ષીએ પરબિડીયું ખોલ્યું તો તેમાં એક વ્યક્તિનો પત્ર હતો. એ વ્યક્તિએ લખ્યું હતું કે હું મારા જીવનથી કંટાળી ગયો હતો. મારી પાસે કામ નહોતું, આવક ન હતી. મને ખબર ન હતી કે ઘરે પાછા કેવી રીતે જવું. પછી મેં વિચાર્યું કે મારે રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરવો છે. હું જઈને રેલ્વે ટ્રેક પર સૂઈ જઈ ટ્રેનની રાહ જોતો હતો. ટ્રેન મારા ઉપરથી પસાર થશે અને હું જીવનની તમામ ઝંઝટમાંથી મુક્ત થઈ જઈશ એવું વિચારતો હતો. પરંતુ એ રેલવે ટ્રેકની બાજુમાં રેડિયો પર ગીત વાગી રહ્યું હતું... ગાડી બુલા રહી હૈ, આ ગીતની આ પંક્તિઓ મારા કાનમાં પડી... 'ગાડીનું નામ ન રાખ, માથું પાટા પર રાખો, હિંમત ન હારશો, રાહ જુઓ, ઘરે પાછા આવો'. આ સાંભળીને મારો આપઘાતનો વિચાર બદલાયો અને હું ઘરે પાછો ફર્યો હતો.

પુરસ્કારથી મોટો છે આ પત્ર
પત્રમાં એ વ્યક્તિએ આગળ લખ્યું કે તમારા કારણે જ મારો પુનર્જન્મ થયો છે અને મારા ભાવિ જીવનનો શ્રેય તમને જાય છે. જો તમે આ ગીત ન લખ્યું હોત તો હું તે દિવસે ટ્રેનમાંથી કપાઈને મરી ગયો હોત. આ પત્ર વાંચીને આનંદ બક્ષી ભાવુક થઈ ગયા અને તેઓ એ પરબિડીયું લાવીને તેમના પુત્રને કહ્યું કે ભલે મને ઘણા એવોર્ડ-પુરસ્કારો મળ્યા, મને અઢળક સંપત્તિ અને ખ્યાતિ મળી, પણ આ પત્ર મારા જીવનનો સૌથી મોટો પુરસ્કાર છે. મારા જીવનની સૌથી સુંદર યાદોમાની આ એક છે. પછી તેમણે આ પત્રને ખૂબ જ પ્રેમથી ચુંબન કર્યું અને તેને તેના શર્ટના ખિસ્સામાં રાખી મૂક્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news