VIDEO : લગ્ન માટે ઇટાલી રવાના થયા દીપિકા-રણવીર
14 અને 15 નવેમ્બરના દિવસે મોસ્ટ પોપ્યુલર કપલના લગ્ન થયા છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. બોલિવૂડના સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના માત્ર ચાર દિવસ જ બાકી છે ત્યારે આ જોડી લગ્ન માટે ઇટાલી રવાના થઈ ગઈ છે. ઇટાલી જતા પહેલાં રણવીર અને દીપિકા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
એરપોર્ટ પર રણવીર અને દીપિકા બંને સફેદ રંગના ડ્રેસમાં જોવા મળ્યા હતા. તેમને જોઈને એવું લાગતું હતું જાણે બંનેએ પ્લાનિંગ કરીને કપડાં પહેરવાનું શરૂ કરી દીધું છે. એરપોર્ટ પર રણવીરના પિતા પણ કાળા રંગના બ્લેઝરમાં જોવા મળ્યા હતા.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે