OSCAR માં ભારતની આ 5 ફિલ્મો થઈ શોર્ટલિસ્ટ, આ ગુજરાતી ફિલ્મ વગાડી શકે છે વિદેશમાં ડંકો

Oscars 2023માં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા બહાર પાડવામાં આવેલી રિમાઇન્ડર લિસ્ટમાં ભારતની પાંચ ફિલ્મોએ સ્થાન મેળવ્યું છે.  RRR,ગંગુબાઈ કાઠિયાવાડી, ધ કાશ્મીર ફાઇલ્સ અને કંટારા ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થઈ છે. 

OSCAR માં ભારતની આ 5 ફિલ્મો થઈ શોર્ટલિસ્ટ, આ ગુજરાતી ફિલ્મ વગાડી શકે છે વિદેશમાં ડંકો

Oscars 2023 The Kashmir Files Shortlisted: ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ થોડા સમય પહેલા Tweet કર્યું છે જેની તરફ બધાનું ધ્યાન ખેંચાયું છે. વર્ષ 2022માં આવેલી તેમની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files)'ને 'ઓસ્કર 2023' માટે પ્રથમ યાદીમાં  (Oscars 2023) શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ યાદીમાં કાશ્મીરની ફાઇલ સાથે કેટલીક અન્ય હિન્દી ફિલ્મો પણ સામેલ છે. વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને અન્ય ભારતીય ફિલ્મોને શુભેચ્છા પાઠવી છે અને તેમની ફિલ્મના ઓસ્કાર શોર્ટલિસ્ટમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ શેર કર્યા છે. અહીં જાણો તમામ વિગતો...

The Kashmir Files થઈ Oscar માટે શોર્ટલિસ્ટ!
કાશ્મીરી પંડિતોના જીવન અને મુશ્કેલીઓની વાર્તા (The Kashmir Files) હવે વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી રહી છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ Tweet કરીને માહિતી આપી છે કે તેને (Oscars 2023)ની પ્રથમ યાદી શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ યાદીમાં કેટલીક અન્ય ભારતીય ફિલ્મોના નામ પણ સામેલ છે. પોતાની ફિલ્મ વિશે આ માહિતી આપતા વિવેક અગ્નિહોત્રીએ તમામ ભારતીય ફિલ્મોને શુભકામનાઓ આપી છે.

ભારતની પાંચ ફિલ્મો કે જે ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
આજે ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટરે મસમોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. હવે OSCARમાં ધ કાશ્મીર ફાઇલ્સ, કંતારા, RRR,ગંગુબાઈ કાઠિયાવાડી અને છેલ્લો શો જેવી ફિલ્મો આ વખતે ભારત તરફથી ડંકો વગાડશે. જેમાં 2022માં RRR પણ એક મોટા બજેટની ફિલ્મ હતી અને તેને પણ દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. આ વર્ષની બિગેસ્ટ હીટ ફિલ્મમાં એનો સમાવેશ થાય છે. 

આ  સિવાય જો કંતારા ફિલ્મની વાત કરવામાં આવે તો એ પણ એક રેકોર્ડ કમાણી કરનારી ફિલ્મ બની હતી. જે ઓછા ખર્ચમાં બની હતી. હવે આ ફિલ્મો ઓસ્કાર માટે જુદી-જુદી કક્ષાએ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.  આ ઉપરાંત અન્ય ફિલ્મો પણ પહેલા શોર્ટલિસ્ટ થયેલી છે જેમાં મરાઠી ફિલ્મ મી વસંતરાવ અને તુજ્યા સાથી કહી હી, આર માધવનની "રોકેટરી: ધ નામ્બી ઇફેક્ટ", "ઇરાવિન નિઝાલ" અને કન્નડ ફિલ્મ "વિક્રાંત રોના" જેવી ફિલ્મો આ યાદીની સૂચીમાં સામેલ થયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news