Highest Paid Actors: OTTના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સ, ફી જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!

બોલિવૂડથી લઈને ટેલિવિઝન સ્ટાર્સે OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર્સમાં અજય દેવગન ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામેલ છે. જાણો OTT પર ડેબ્યૂ કરવા માટે આ સ્ટાર્સે કેટલો ચાર્જ લીધો અને સૌથી વધુ કમાણી કરનાર એક્ટર કોણ છે.

Highest Paid Actors: OTTના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સ, ફી જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!

Highest Paid Actor On OTT: ધીરેધીરે OTT લોકોની પ્રથમ પસંદગી બની રહ્યુ છે. બોલીવુડના સુપર સ્ટાર્સ પણ ધીમે ધીમે OTT તરફ વળ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોની જેમ અહીં પણ સ્ટાર્સ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ અને વેબ સિરીઝ માટે મેકર્સ પાસેથી તગડી રકમ વસૂલે છે. જાણો OTTનો અત્યાર સુધીનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા કોણ છે.

પંકજ ત્રિપાઠી
'મિર્ઝાપુર'ના કાલીન ભૈયા બનીને પંકજ ત્રિપાઠીનું પાત્ર હંમેશા માટે અમર થઈ ગયું છે. પંકજ ત્રિપાઠી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી ચૂક્યા છે. OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સૌથી લોકપ્રિય વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' અને 'મિર્ઝાપુર' છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાએ 'સેક્રેડ ગેમ્સ' માટે 12 કરોડ અને 'મિર્ઝાપુર'ની બીજી સીઝન માટે લગભગ 10 કરોડ રૂપિયા લીધા હતા.

મનોજ બાજપેયી
કોઈપણ પાત્ર હોય, મનોજ બાજપેયી તેમાં એવી રીતે ફિટ થઈ જાય છે કે તેને જોઈને એવું લાગે છે કે આ પાત્ર ફક્ત તેના માટે જ બનાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાએ 'ધ ફેમિલી મેન' માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાને 'સેક્રેડ ગેમ્સ' વેબ સીરિઝથી OTT ડેબ્યૂ કર્યું હતું. આ વેબ સિરીઝે રિલીઝ થતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતાએ આ માટે લગભગ 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી
'સેક્રેડ ગેમ્સ'માં ગણેશ ગાયતોંડેના પાત્રે બધાને દિવાના બનાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવાઝુદ્દીને 'સેક્રેડ ગેમ્સ' માટે 10 કરોડ રૂપિયા લીધા હતા.

અજય દેવગણ
અજય દેવગને ગયા વર્ષે 'રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ' નામની વેબ સીરિઝ સાથે OTT ડેબ્યૂ કર્યું હતું. આ સિરીઝ ડિઝની હોટ સ્ટાર પ્લસ પર રિલીઝ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, અભિનેતાએ આ વેબ સિરીઝ માટે 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે અને તે અત્યાર સુધીનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના

પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news