શ્રીદેવીના જીવન પર રિલીઝ થવા જઇ રહી છે બુક, લોન્ચ કરશે કરણ જોહર
ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) ઘણીવાર પબ્લિકલી એ વાત કરી ચૂક્યા છે કે તે દિવંગત અભિનેત્રી શ્રીદેવી (Sridevi)ના મોટા ફેન છે. હવે કરણ પોતાની ફેવરેટ એક્ટ્રેસના જીવન પર લખવામાં આવેલી બુકને લોન્ચ કરવાના છે. બોલીવુડ આઇકન અને પહેલી મહિલા સુપરસ્ટારના જીવન પર આધારિત પુસ્તક 'શ્રીદેવી-ધ ઇટરનલ સ્ક્રીન ગોડેસ (Sridevi - The Eternal Screen Goddess)" જલદી રિલીઝ થવાની છે.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) ઘણીવાર પબ્લિકલી એ વાત કરી ચૂક્યા છે કે તે દિવંગત અભિનેત્રી શ્રીદેવી (Sridevi)ના મોટા ફેન છે. હવે કરણ પોતાની ફેવરેટ એક્ટ્રેસના જીવન પર લખવામાં આવેલી બુકને લોન્ચ કરવાના છે. બોલીવુડ આઇકન અને પહેલી મહિલા સુપરસ્ટારના જીવન પર આધારિત પુસ્તક 'શ્રીદેવી-ધ ઇટરનલ સ્ક્રીન ગોડેસ (Sridevi - The Eternal Screen Goddess)" જલદી રિલીઝ થવાની છે.
આ પુસ્તકને સત્યાર્થ નાયકે લખી છે. જેને પહેલાં દિલ્હીમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે લોન્ચ કરી હતી. પરંતુ હવે મુંબઇમાં આ પુસ્તકને કરણ જોહર લોન્ચ કરવા જઇ રહ્યા છે. આ વિશે પૂછવામાં આવતાં પુસ્તકના લેખક સત્યાર્થ નાયકે જણાવ્યું કે આ પુસ્તકને પુરૂ કરવામાં કરણ જોહરનું મોટું યોગદાન છે.
My all time favourite actor....her legacy is irreplaceable ....this book encapsulates he tremendous body of work and the professional and personal lives she gloriously impacted ...written by @SatyarthNayak for @PenguinIndia https://t.co/fDzaAtGBmH pic.twitter.com/KUUoLxgxy3
— Karan Johar (@karanjohar) December 15, 2019
તેમણે કહ્યું કે 'હું મુંબઇ લોન્ચ માટે બીજાને ન પૂછ્યું. કરણ જોહરે પુસ્તકમાં પોતાના ઘણા ઇનપુટ અને શ્રીદેવીની યાદો શેર કરી છે અને તે લોકોએ મારી કથાને ખૂબ સમૃદ્ધ કર્યું છે. તે આ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. હું એકદમ આભારી છું કે તેમણે એટલી વિનમ્રતાપૂર્વક મુંબઇમાં પુસ્તક લોન્ચ કરવા માટે હામી ભરી.
તો બીજી તરફ કરણ જોહરએ પણ ટ્વિટ કર્યું હતું કે ''મારા સમયના મનપસંદ એક્ટ્રેસ... તેમની વિરાસત અપ્રતિરોધ્ય છે.... આ પુસ્તક તેમના જોરદાર કામના અંગત અને વ્યક્તિગત જીવનને શાનદાર રીતે પ્રભાવિત કરે છે.
તમને જણાવી દઇએ કે ''શ્રીદેવી-ધ ઇટરનલ સ્ક્રીન દેવી'' 22 ડિસેમ્બરના રોજ મુંબઇમાં લોન્ચ થશે. શ્રીદેવીને 'સદમા', 'ચાંદની', 'લમ્હે', 'ઇંગ્લિશ વિંગ્લિશ', અને 'મોમ' સહિત ઘણી હિટ ફિલ્મો આપવા માટે જાણિતા છે. વર્ષ 2017માં 24 ફેબ્રુઆરી તેમનું નિધન થઇ ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે