મોટી મુસિબત આવી પડી હતી Urmila Matondkar પર, મુંબઈ પોલીસે કરી મદદ
અભિનેત્રીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે જેવો તેણે ઈન્સ્ટાગ્રામ પર કોઈ ડાઈરેક્ટ મેસેજનો જવાબ આપ્યો, તેવા તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ સાથે છેડછાડ કરવામાં આવી.
Trending Photos
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar)નું અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. આ કારણે ઉર્મિલા ખુબ પરેશાન હતી. મુંબઈ પોલીસના સાઈબર સેલમાં ફરિયાદ કરી હતી. એકાઉન્ટ હેક થવાની જાણકારી ઉર્મિલાએ પોતે આપી હતી. ગુરુવારે તેનું ઈન્ટાગ્રામ એકાઉન્ટ રિકવર કરી લેવાયું.
ઉર્મિલાએ મુંબઈ પોલીસનો માન્યો આભાર
ઉર્મિલાએ ગુરુવારે બપોરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને મુંબઈ પોલીસ (Mumbai Police) ને તરત કાર્યવાહી કરીને તેનું એકાઉન્ટ રિકવર કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા. જો કે અભિનેત્રીએ ફરિયાદ કરી હતી કે તેની કેટલીક પોસ્ટ હજુ પણ ગાયબ છે. ઉર્મિલાએ લખ્યું કે અને હું પાછી ફરી...ધન્યવાદ ઈન્સ્ટાગ્રામ અને મુંબઈ પોલીસ તમારા સહયોગ બદલ, પરંતુ મારી હજુ પણ કેટલીક પોસ્ટ મિસિંગ છે. મારા ઈન્સ્ટા પરિવારને ખુબ ખુબ પ્રેમ.
And I’m back on @instagram again 😁
Thank you @MumbaiPolice and @instagram for your quick support 🙏🏼🙏🏼 even though some of my posts are missing 😔 pic.twitter.com/5LCh2k04pk
— Urmila Matondkar (@UrmilaMatondkar) December 17, 2020
અભિનેત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ થયું હતું હેક
ઉર્મિલાનું હેક્ડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હાલ રિકવર થયું પરંતુ કેટલીક પોસ્ટ હજુ પણ ગાયબ છે. બુધવારે આ એકાઉન્ટ હેક થયું હતું. અભિનેત્રીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે જેવો તેણે ઈન્સ્ટાગ્રામ પર કોઈ ડાઈરેક્ટ મેસેજનો જવાબ આપ્યો, તેવા તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ સાથે છેડછાડ કરવામાં આવી. તેણે ટ્વિટર પર લખ્યું કે મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. પહેલા તેઓ તમને DM (ડાઈરેક્ટ મેસેજ) કર છે. ત્યારબાદ તેઓ તમને કેટલાક સ્ટેપ્સનું પાલન કરવાનું કહે છે અને એકાઉન્ટને વેરિફાય કરવાની વાત કર છે ત્યારબાદ એકાઉન્ટ હેક થઈ જાય છે.
“Cyber crimes” is not something that women should take lightly..as I went to file FIR on my @instagram ac hacking met this dynamic DCP #cybercrime @MumbaiPolice Smt. Rashmi Karandikar who enlightened me lot more on the issue. Will surely be working on it in future. @MahaCyber1 pic.twitter.com/0cSKaoeONX
— Urmila Matondkar (@UrmilaMatondkar) December 16, 2020
અભિનેત્રીએ આપી શિખામણ
અભિનેત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે મહિલાઓએ સાઈબર ગુનાઓને હળવાશમાં લેવા જોઈએ નહીં. મે મારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેકિંગની એફઆઈઆર નોંધાવી છે. સાઈબર ક્રાઈમ ડીસીપી રશ્મિ કરનદિકર સાથે મુલાકાત કરી. જેમણે મને આ મુદ્દે જાણકારી આપી. ભવિષ્યમાં ચોક્કસપણ તેના પર કામ કરીશ.
એકાન્ટ હેક થતા જ ડિલિટ થઈ હતી તસવીરો
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા બાદ ઉર્મિલાની પોસ્ટ ડિલિટ થઈ હતી. તેમાંથી કેટલીક રિકવર કરી લેવાઈ. કેટલીક હજુ પણ ગાયબ છે. આ સાથે જ એકાઉન્ટ હેક થતા જ ઉર્મિલાના એકાઉન્ટથી કોઈને ફોલો પણ કરી શકાતું નહતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે