ડ્રગ્સ કેસમાં NCBને મળી શોવિક અને સેમ્યુઅલની કસ્ટડી, 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર
Trending Photos
મુંબઇ: એનસીબી (NCB)ની ટીમ શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની કસ્ટડી મળી છે. કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી બંનેને NCBના રિમાન્ડમાં મોકલ્યા છે. એનસીબીએ શોવિક અને સેમ્યુઅલની ગઇકાલે (4 સપ્ટેમ્બર)ના ધરપકડ કરી હતી. NCBએ પુરાવાના આધાર પર શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી છે.
શોવિક ચક્રવર્તીના ડિફેન્સમાં વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં કહ્યું કે, શોવિક NCBના રિમાન્ડનો વિરોધ કરે છે. તમામ NDPSના સેક્શન Bailable છે અને શોવિક એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરી રહ્યાં છે અને આગળ પણ કરશે. એવામાં કસ્ટડી આપવાની જરૂરીયાત નથી.
વકીલ સતીશ માનશિંદેએ એવું પણ રહ્યું કે, આ મામલે હજુ પણ કોઇ પ્રકારનું ડ્રગ્સ સીઝ કરવામાં આવ્યું નથી. ત્યારે સેમ્યુઅલ મિરાંડા તરફથી એડવોકેટ સુબોધ દેસાઇ અને કૈજાન ઇબ્રાહિમ તરફથી એડવોકેટ અશ્વિન થૂલ હતા.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં એનસીબીની તપાસ જે રીતે આગળ વધી રહી છે. તે રીતે રિયા ચક્રવર્તીની આસપાસ કાયદાનો ફંદો કસાતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે શોવિક અને સેમ્યુઅલની પૂછપરછમાં જે ખુલાસો થયો છે, જેથી આ શંકા તેના તરફથી વધી રહી છે કે, રિયાએ સુશાંતને ડ્રગ્સ આપ્યા હતા. સુશાંતના પિતા કેકે સિંહએ અગાઉ કહ્યું હતું કે, રિયાએ તેમના પુત્રની હત્યા કરી છે.
રિયાના ભાઇ શોવિક અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ પર મુંબઇમાં NCBની ટીમને લીડ કરી રહેલા કેપીએસ મલ્હોત્રા અનુસાર પુરાવાના આધાર પર તેમની ધરપકડ કરવામાં આવી છે. NCBને ડિજિટલ પુરાવા મળ્યા છે અને રોકડ પણ મળી આવી છે. જેના આધાર પર ધરપકડ કરવામાં આવી છે.
કેપીએસ મલ્હોત્રાએ કહ્યું કે ઝૈદ વિલાત્રા અને તેના સાથી લોજિસ્ટિકના ચેનમાં સામેલ હતા. અમારે જાણવું છે કે, આ ડ્રગ્સ મની અને ડ્રગ્સ ક્યાં-ક્યાં છે. આ ટ્રેલની જાણકારી મેળવવી સૌથી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે