લંડનમાં વિઝા માટે આ અભિનેત્રીએ બ્રિટિશ નાગરિક સાથે કર્યા લગ્ન, જાણો

સીરિયસ એક્ટિંગ માટે જાણિતી રાધિકા આપ્ટે (Radhika Apte)એ વર્ષ 2012માં લંડનના એક મ્યૂઝિશન બેનેડિક્ટ ટેલર (Benedict Taylor) સાથે લગ્ન કર્યા હતા. અચાનક આવેલી રાધિકાના લગ્નના સમાચારથી ફેન્સ આશ્વર્યચકિત રહી ગયા હતા.

લંડનમાં વિઝા માટે આ અભિનેત્રીએ બ્રિટિશ નાગરિક સાથે કર્યા લગ્ન, જાણો

નવી દિલ્હી: સીરિયસ એક્ટિંગ માટે જાણિતી રાધિકા આપ્ટે (Radhika Apte)એ વર્ષ 2012માં લંડનના એક મ્યૂઝિશન બેનેડિક્ટ ટેલર (Benedict Taylor) સાથે લગ્ન કર્યા હતા. અચાનક આવેલી રાધિકાના લગ્નના સમાચારથી ફેન્સ આશ્વર્યચકિત રહી ગયા હતા. રાધિકા બેનેડિક્ટ સાથે લોન્ગ ડિસ્ટેંસ રિલેશનમાં છે. લોકો ઘણીવાર રાધિકાને પૂછી ચૂક્યા છે કે તે કેવી રીતે મેનેજ કરે છે. લગ્નના 8 વર્ષો બાદ હવે રાધિકાએ તેનો જવાબ આપ્યો છે.

ઇંગ્લેંડના વિઝા માટે રાધિકાએ કર્યા લગ્ન
રાધિકાનું કહેવું છે કે તેમને વર્ષ 2012માં ઇંગ્લેડના વિઝા મળવા સરળ ન હતા અને તેમને વિઝાની જરર હતી. એવામાં તેમણે તેનું સમાધાન કાઢ્યું અને બ્રિટિશ મ્યૂઝિશન બેનિડિક્ટ ટેલર સાથે લગ્ન કરી લીધા. રાધિકાએ આ વાત પોતે વિક્રાંત મૈસી (vikrant massey) સાથે તાજેતરમાં થયેલી ચેટમાં કહી છે.

લગ્નના સંબંધમાં નથી રાધિકાને વિશ્વાસ
આ ચેટ દરમિયના જ્યારે વિક્રાંતે પૂછ્યું કે 'રાધિકાના લગ્ન ક્યારે થયા? તો તેના જવાબમાં રાધિકાએ આશ્વર્યજનક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તે ધૂમધામથી થનાર લગ્નમાં વિશ્વાસ ધરાવતી નથી. તે કહે છે કે તેમને લગ્ન સંબંધ જ વિશ્વાસ નથી અને તે લગ્ન કરવા માંગતી ન હતી. તે કહે છે કે જ્યારે તેમને ખબર પડી કે પરણવાથી સતત વિઝા મળી શકે છે તો તેમણે વિચાર્યું કે તો પછી પાછીપાની ન કરવી જોઇએ. તે કહે છે કે આખરે તેમણે સાથે પણ રહેવું હતું.  

હાલ લંડનમાં છે રાધિકા
હાલ રાધિકા પોતાના પતિ સાથે લંડનમાં રહે છે. તે હાલ ફિલ્મ 'રાત અકેલી હૈ' માં જોવા મળી હતી. આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી લીડ રોડમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news