કેટરિનાને મળવા જતી વખતે મીડિયાને આ રીતે ઉલ્લુ બનાવે છે વિક્કી, પાડોશીઓએ ફોડી દીધો ભાંડો

સલમાન ખાન અને કેટરિના કૈફ એક  સમયે એકબીજાની ઘણી નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા.

Trending Photos

કેટરિનાને મળવા જતી વખતે મીડિયાને આ રીતે ઉલ્લુ બનાવે છે વિક્કી, પાડોશીઓએ ફોડી દીધો ભાંડો

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif)ના અફેયરની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. આ બંને પોતાના ડેટિંગના સમાચાર છુપાવવા બહુ પ્રયાસ કરે છે પણ આમ છતાં અનેકવાર બંનેને એકબીજાની કંપની માણતા પકડી પાડવામાં આવ્યા છે. આ બંને વચ્ચે ચાલી રહેલા અફેયરનો ભાંડો હવે કેટરિનાના પાડોશીઓએ ફોડ્યો છે. કેટરિનાના એક પાડોશીએ આપેલી માહિતી પ્રમાણે વિક્કી અનેકવાર કેટરિનાના ઘરે આવતો જતો જોવા મળે છે પણ તે મીડિયાને ઉલ્લુ બનાવવા માટે માસ્ક કે પછી હુડીનો સહારો લેવાનું પસંદ કરે છે. જોકે આ વાત કેટલી સાચી છે એ આવનારો સમય જ જણાવશે. 

વિક્કીની પોપ્યુલારીટી દિવસેને દિવસે વધતી જાય છે. થોડા મહિના કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કેટરિના કૈફે જણાવ્યું હતું કે તે વિક્કી કૌશલ સાથે કામ કરવા માગે છે. વિક્કીને જ્યારે શો દરમિયાન આ વાતની ખબર પડી ત્યારે તે ખુશીથી સોફામાં આળોટવા લાગ્યો હતો. સ્ટાર સ્ક્રીન અવોર્ડ ફંક્શનમાં કેટરિના અને વિક્કી આમને-સામને આવી ગયા ત્યારે વિક્કી તેની સાથે મસ્તી કરતો જોવા મળ્યો. તેણે મજાકમાં જ કેટરિનાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું હતું. વિક્કી આ પ્રપોઝ કર્યું ત્યારે સલમાન ખાન સામે જ બેઠો હતો. કેટરિનાએ ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું કે તેની જોડી વિકી કૌશલ સાથે ખૂબ જ સારી દેખાશે.

સલમાન ખાન અને કેટરિના કૈફ એક  સમયે એકબીજાની ઘણી નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. હાલમાં કેટરિના અને સલમાન બહુ સારા મિત્રો છે પણ સલમાનના જીવનમાં પ્રેમિકાનું સ્થાન યુલિયાએ લઈ લીધું છે. આ સંજોગોમાં હવે કેટરિનાએ વિક્કી કૌશલ પર નજર ઠેરવી હોય એમ લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news