Video: Shilpa Shetty ના પરિવારે કોરોનાને આપી માત, અભિનેત્રીએ ઘર કરાવ્યું સેનિટાઇઝ

આ વીડિયો (Video) માં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના ઘરમાં લોકો સેનિટાઇઝ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે શિલ્પા શેટ્ટીએ લખ્યું સેનિટાઇઝેશન પોસ્ટ કોવિડ રિકવરી. 

Video: Shilpa Shetty ના પરિવારે કોરોનાને આપી માત, અભિનેત્રીએ ઘર કરાવ્યું સેનિટાઇઝ

મુંબઇ: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નું આખું ફેમિલી તાજેતરમાં જ કોરોના વાયરસ (Coronavirus) ની ચપેટમાં આવી ગયું હતું. જેની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. શિલ્પા (Shilpa Shetty) એ જણાવ્યું હતું કે તેમને છોડીને આખો પરિવાર કોરોના (Coronavirus) ની ચપેટમાં આવી ગયો હતો. પરંતુ હવે તેમની ફેમિલી તેનાથી રિકવર થઇ ચૂક્યું છે. ત્યારબાદ અભિનેત્રીના આખા ઘરને સેનિટાઇઝ કરાવ્યું છે. જેનું એક વીડિયો (Video) તેમણે પોતાની ઇંસ્ટા સ્ટોરીમાં શેર કર્યું છે. 

આ વીડિયો (Video) માં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના ઘરમાં લોકો સેનિટાઇઝ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે શિલ્પા શેટ્ટીએ લખ્યું સેનિટાઇઝેશન પોસ્ટ કોવિડ રિકવરી. 

તમને જણાવી દઇએ કે ગત દિવસોમાં શિલ્પાના પતિ રાજ કુંદ્રા, પુત્ર વિયાન, પુત્રી સમીક્ષા અને તેમને માતા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ તમામ લોકો હોમ આઇસોલેશનમાં પોતાના રૂમમાં રહેતા હતા. 

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. જોકે સોશિયલ મીડિયા (Social Media) પર તે ખૂબ જ એક્ટિવ રહે છે અને યોગથી માંડીને ફિટનેસ અને ફની વીડિયો શેર કરતી રહે છે. જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news