બોલિવૂડમાં ધૂમ મચાવનારા અલ્કા યાજ્ઞિકને થઈ આ દુર્લભ બીમારી, ફેન્સ આઘાતમાં સરી પડ્યા

Alka Yagnik: જાણીતા સિંગર અલ્કા યાજ્ઞિકે એક એવા ચોંકાવનારા સમાચાર ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા કે ફેન્સના હ્રદયના ધબકારા વધી ગયા છે. સિંગરે ખુલાસો કર્યો કે તે એક રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિયરિંગ લોસ નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. 

બોલિવૂડમાં ધૂમ મચાવનારા અલ્કા યાજ્ઞિકને થઈ આ દુર્લભ બીમારી, ફેન્સ આઘાતમાં સરી પડ્યા

જાણીતા સિંગર અલ્કા યાજ્ઞિકે એક એવા ચોંકાવનારા સમાચાર ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા કે ફેન્સના હ્રદયના ધબકારા વધી ગયા છે. સિંગરે ખુલાસો કર્યો કે તે એક રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિયરિંગ લોસ નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. અલ્કા યાજ્ઞિકે જણાવ્યું કે તે અચાનક સાંભળી શકતી નહતી અને જ્યારે સાંભળવાની સમસ્યા વિશે જાણવા મળ્યું તો તેમણે તેની તપાસ શરૂ કરાવી.

સિંગરે સ્વીકાર્યું કે તે હજુ પણ આ બીમારી સામે ઝઝૂમી રહી છે અને તેણે પોતાના સાથીઓને સુરક્ષા વર્તવાની પણ સલાહ આપી છે. અલ્કા યાજ્ઞિકે પોતાની બીમારી વિશે ખુલાસો કરતા ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે "થોડા અઠવાડિયા પહેલા જેવી હું એક ફ્લાઈટથી બહાર નીકળી કે મને અચાનક મહેસૂસ થયું કે હું કઈ જ સાંભળી શકતી નથી. આ ઘટના બાદના અનેક અઠવાડિયા બાદ થોડું સાહસ ભેગુ કરીને હવે હું મારા તે તમામ મિત્રો અને શુભચિંતકો માટે મારી ચૂપ્પી તોડવા માંગુ છું, જે મને પૂછી રહ્યા છે કે હું એક્શનથી ગાયબ કેમ છું." 

આપી સલાહ
પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મારા ડોક્ટરોએ એક રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિયરિંગ લોસ (Rare Sensory Neural Nerve Sensory Loss) વિશે જણાવ્યું. જે એક વાયરલ એટેકના કારણે થયું છે. આ અચાનક આવેલા મોટા આઘાતથી હું સંપૂર્ણપણે અજાણ હતી. જેમ કે હું તેની સાતે સમાધાન કરવાની કોશિશ કરી રહી હતી. કૃપા કરીને તમે બધા મારા માટે પ્રાર્થના કરો. મારા ફેન્સ અને યુવા સાથીઓને હું જણાવવા માંગીશ કે ખુબ જ મોટા અવાજ અને હેડફોનના સંપર્કમાં આવવાથી બચો. 

તેમણે વધુમાં લખ્યું કે એક દિવસ હું મારા વ્યવસાયિક જીવનના સ્વાસ્થ્ય સંબંધિત જોખમનો શેર કરવા માંગુ છું.  તમારા પ્રેમ અને સપોર્ટથી હું મારું જીવન જલદી ઠીક કરીને જલદી તમારી પાસે પાછી ફરવાની આશા રાખુ છું. આ મહત્વપૂર્ણ પળમાં તમારો સપોર્ટ અને સમજ માટે માટે ખુબ મહત્વની રહેશે. 

હસ્તીઓ કરી રહી છે રિએક્ટ
અલ્કા યાત્રિકની આ પોસ્ટ પર ઈન્ડસ્ટ્રીઝના  તમામ સિંગર્સે કમેન્ટ કરી છે. સોનૂ નિગમે લખ્યું કે મને ખબર હહતી કે કઈ ઠીક નથી. જ્યારે હું પાછો ફરીશ તો તમને મળીશ. ભગવાન તમને જલદી સાજા કરે. ઈલા અરુણે પણ કમેન્ટ કરતા કહ્યું કે, આ સાંભળીને ખુબ દુખ થયું પ્રિય અલ્કા, મેં તમારી  તસવીર જોઈ અને રિએક્શન આપ્યું, પરંતુ મે જે વાંચ્યુ તે દિલ તોડનારું છે. તમે ઠીક થઈ જશો અને જલદી અમે  તમારો મધુર અવાજ સાંભળી શકીશું, લવ યુ, હંમેશા તમારું ધ્યાન રાખજો. 

1980માં શરૂ કરી હતી કરિયર
અત્રે જણાવાનું કે અલ્કા યાજ્ઞિકે સિંગર તરીકે 1980માં બોલીવુડમાં કરિયર શરૂ કરી હતી. તેમણે બોલીવુડમાં અનેક હિટ ગીતો આપ્યા છે . જેમાં તેજાબનું એક દો તીન..., લાવારિસનું મેરે અંગને મે...ફૂલ ઔર કાંટેનું ધીરે ધીરે પ્યાર કો, દિલવાલેનું સાતો જનમ મે તેરે, કલ હોના હોનું કુછ તો હુઆ હૈ... ખલનાયકનું ચોલી કે પીછે...જેવા અનેક હિટ ગીતો ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. અલ્કા યાજ્ઞિકનો  જનમ 20 માર્ચ 1966ના રોજ કોલકાતામાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના માતા શુભા યાજ્ઞિક ભારતીય શાસ્ત્રીય સંગીતની ગાયિકા હતા. 

ગુજરાતી ગીતો પણ ગાયા
અલ્કા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેએ ગાયેલું ગુજરાતી ફિલ્મ મેરુ માલણનું ગીત ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય...જબરદસ્ત હિટ થયું હતું. ગુજરાતી ફિલ્મ જગતના અનેક સંગીતકારો સાથે તેમણે કામ કર્યું છે . જે પૈકી મહેશ નરેશના સંગીતબદ્ધ કરેલા અનેક ગીતો ગાયા છે. મહેશ નરેશની ઢોલામારું, મેરુ માલણ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાયબા મોરા, ઢોલી, ઉજળી મેરામણ, લોહીભીની ચૂંદડી જેવી અનેક ફિલ્મોમાં ગીતો ગાયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news