Taarak Mehta ને ભારે પડશે આ એક ભૂલ, જતી રહેશે નોકરી! બોસ આપી ચૂક્યા છે ચેતવણી
Taarak Mehta Ka Ooltah Chashmah: બોસની ચેતવણી છતાં, તારક મહેતાને થશે મોડું, શું તારક મહેતાની નોકરી છૂટી જશે? 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાની નોકરી જોખમમાં મુકાઈ રહી છે. બોસે તારક મહેતાને ઓફિસમાં વહેલા બોલાવ્યા હતા. તેમ છતાં તેઓ મોડા પહોંચે છે.
Trending Photos
નવી દિલ્લી: કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ લોકોના દિલમાં ઘર કરી લીધું છે. ચાહકો આ શોના દરેક પાત્ર પર ખૂબ પ્રેમ વરસાવતા જોવા મળે છે. જેઠાલાલ અને તારક મહેતાની જોડી શોમાં રંગ જમાવી દે છે. પરંતુ તારક મહેતા હાલ પોતાની નોકરીને લઈને મુશ્કેલીમાં છે.
તારક મહેતાને ઉઠવામાં મોડું થશે:
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આગામી એપિસોડમાં શું થવાનું છે તે વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવતા અઠવાડિયે તમે જોશો કે કેવી રીતે તારક મહેતા એક ભૂલને કારણે નોકરી ગુમાવશે. બન્યું એવું કે, બધા ગોકુલધામ નિવાસીઓ દિલીપકુમારની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરે છે. જેના કારણે તારક મહેતાને સવારે ઉઠવામાં મોડું થાય છે.
ઓફિસ જવામાં વિલંબ:
તારક મહેતાને માત્ર ઉઠવામાં જ મોડું નથી થતુ, પરંતુ મોડા ઉઠ્યા છતા તેઓ પોતાના રોજિંદા કામ પૂરા કરવામાં વ્યસ્ત રહે છે. પછી અચાનક ખ્યાલ આવે છે કે, બોસે તેને કોઈ મહત્વનું કામ આપ્યું હતું, જો તે નહીં થાય તો બોસ ગુસ્સે થશે. પછી શું...તારક જલ્દી જલ્દી પોતાનું કામ પતાવે છે અને ઓફિસ જવાની ઉતાવળ કરે છે.
બોસ ઠપકો આપશે:
તારક મહેતા બોસને ગુસ્સે થવાની કોઈ તક આપવા નથી માગતા. તેથી તેઓ ઓનલાઈન કેબ બુક કરે છે. જોકે, જે કેબને આવવામાં 5 મિનિટનો સમય લાગવાનો હતો, તેમાં હવે 20 મિનિટ લાગી શકે છે. પરિસ્થિતિ એવી બને છે કે તારકને વધુને વધુ મોડું થાય છે. એટલામાં બોસનો ફોન આવે છે અને તે પૂછે છે કે, શું તે હજી ઘરે છે? અને જવાબમાં તારક મહેતાના અનાયાસે હા બોલી જાય છે.
આગળ શું થશે:
તારક મહેતા પણ બોસના ગુસ્સાથી ખૂબ ડરે છે. પરંતુ હવે, તારક મહેતા ઓફિસમાં મોડા આવશે. ખાસ કરીને બોસે તેમને સમયસર ઓફિસ આવવાનું કહ્યા બાદ પણ તારક મહેતા મોડા પહોંચશે. ઓફિસ મોડા પહોંચ્યા બાદ શું થશે? શું તારકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે? કે તારક મહેતાને બોસનો ગુસ્સો સહન કરવો પડશે? કે પછી કોઈ ચમત્કાર થશે જેનાથી તારક સમયસર ઓફિસ પહોંચશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે