Taarak Mehta Ka Ooltah Chashmah" શો વધુ એક સ્ટારે છોડ્યો, કહ્યું- સસ્પેંસ સારું છે

Raj Anadkat On Taarak Mehta Ka Ooltah Chashmah: એક લેટેસ્ટ ઇન્ટરવ્યુંમાં રાજ અનડકટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવાના સમાચાર અંગે પહેલીવાર મૌન તોડ્યું છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah" શો વધુ એક સ્ટારે છોડ્યો, કહ્યું- સસ્પેંસ સારું છે

Raj Anadkat On Quitting Taarak Mehta Ka Ooltah Chashmah: સોની સબ પર લાંબા સમયથી પ્રસારિત થનાર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભલે એક ફેમિલી ડ્રામા છે, પરંતુ આ શો દર્શકોને મનોરંજન પુરૂ પાડવાની એકપણ તક છોડતો નથી. 2008 માં શરૂ થનાર આ શોએ એવા પાત્રો આપ્યા છે, જે દર્શકોના દિલ પર રાજ કરે છે. જોકે ગત કેટલાક સમયથી ઘણા સ્ટાર્સે શો છોડી દીધો અને કેટલાકના છોડવાની અટકળો તેજ છે. જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી (Dilip Joshi) ના ઓન-સ્ક્રીન પુત્ર ટપ્પૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) ના શો છોડવાના સમાચાર છે. 

લાંબા સમયથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે TMKOC ના ટપ્પૂ એટલે કે રાજ અનકડટે શો છોડી દીધો છે. થોડા સમય પહેલાં એક પોસ્ટ દ્વારા મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. એવામાં લોકો માની રહ્યા હતા કે, કદાચ શો છોડવાના સમાચાર સાચા છે. જોકે આખરે રાજ અનડકટે પહેલીવાર શો છોડવા પર મૌન તોડ્યું છે, સાથે જ ફેન્સ વચ્ચે એક સસ્પેંસ પણ ક્રિએટ કરી દીધું છે. 

રાજ અનડકટે તારક મહેતા છોડવા પર આપી પ્રતિક્રિયા
રાજ અનડકટે 'ઇટાઇમ્સ' ને આપેલા એક ઇન્ટરવ્યુંમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવા પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું ''જે લોકો મને ઓળખે છે, તેમને ખબર છે, હું સસ્પેંસ બનાવવામાં ખૂબ સારો છું. મને સસ્પેંસ પસંદ છે અને હું હકિકતમાં તેનો આનંદ લઇ રહ્યો છું.'' રાજે આગળ કહ્યું, ''આ સમાચાર મને બિલકુલ પણ પરેશાન કરતા નથી. મને એ પણ લાગે છે કે, જ્યારે પણ યોગ્ય સમય આવશે, ત્યારે તેના વિશે ખબર પડી જશે. હું સસ્પેંસ તોડવા માંગતો નથી. 

રાજ અનડકટનું મ્યૂઝિક આલ્બમ
જલદી જ રાજનું પહેલું મ્યૂઝિક આલ્બમ રિલીઝ થવાનું છે, જેનું ટાઇટલ 'સોરી સોરી' (Sorry Sorry Song) છે. તેમાં રાજ 'ખતરોં કે ખેલાડી 12' (Khatron Ke Khiladi 12) ફેમ એક્ટ્રેસ કનિકા માન (Kanika Mann) સાથે જોવા મળશે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને છોડવાની વચ્ચે ગીત રિલીઝ થશે, અફવાનો સાચી સાબિત કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news