Burj Khalifa ની ટોચ પર પહોંચ્યો આ અભિનેતા, 2722 ફૂટની ઉંચાઈ પરથી એવા ફોટા પડાવ્યાં કે શું કહેવું...

હોલીવુડનો જાણીતો અભિનેતા દુનિયાની સૌથી ઉંચી ઈમારતમાંથી એક બુર્જ ખલીફાની ટોચ પર ઉભો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર તેની આશ્વર્ય પમાડતી તસવીર જોઈને ફેન્સ પણ હેરાન રહી ગયા.

Burj Khalifa ની ટોચ પર પહોંચ્યો આ અભિનેતા, 2722 ફૂટની ઉંચાઈ પરથી એવા ફોટા પડાવ્યાં કે શું કહેવું...

નવી દિલ્લી: હોલીવુડનો જાણીતો અભિનેતા વિલ સ્મિથ દુનિયાની સૌથી ઉંચા ઈમારતમાંથી એક બુર્જ ખલીફાની ટોચ પર જોવા મળ્યો. સ્મિથ એક યુટ્યૂબ સીરિઝ માટે દુબઈી બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વિલ સ્મિથની દિલધડક તસવીરો જોઈને તેના ફેન્સ હેરાન રહી ગયા. ડેઈલી મેઈલના રિપોર્ટ પ્રમાણે 160 માળની આ બિલ્ડિંગ 2722 ફૂટ ઉંચી છે. 53 વર્ષીય અભિનેતા વિલ સ્મિથ તેની ઉપર ઉભો જોવા મળ્યો. સ્મિથે યુ-ટ્યૂબ શો બેસ્ટ શેપ ઓફ માય લાઈફના એક એપિસોડમાં દુનિયાની સૌથી ઉંચી ઈમારતની ટોચ પર ચઢાઈ કરી હતી.

No description available.

હાંજા ગગડી જાય તેવું પરાક્રમ:
તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિલ સ્મિથ બુર્જ ખલીફાની ટોચ પર હાથ ફેલાવીને બેઠો છે. આ દરમિયાન તે સ્મિત આપતો જોઈ શકાય છે. એક તસવીરમાં તે ઈમારતના ટોપ પર પણ બેઠેલો જોવામાં આવે છે. સ્મિથ શૂટ માટે લોસ એન્જેલસથી દુબઈ આવ્યો હતો.

No description available.

કોણ છે વિલ સ્મિથ:
વિલ સ્મિથ એક અમેરિકન અભિનેતા, રેપર અને ફિલ્મ નિર્માતા છે. સ્મિથે પાંચ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને બે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. તેણે ચાર ગ્રેમી એવોર્ડ પણ જીત્યા છે.
 

No description available.

 

 

બુર્જ ખલીફાનો વધુ એક વીડિયો વાયરલ:
હાલમાં જ બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને એક મહિલા એડ શૂટ કરી રહી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મહિલા અમીરાત એરલાઈન માટે એડ કરી રહી હતી. મહિલાનું નામ નિકોલ સ્મિથ લુડવિક બતાવવામાં આવ્યું છે. આ વીડિયો પર લોકો વિવિધ કોમેન્ટ્સ આપી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news