ડ્રગ્સના કાળા કારોબારની દુનિયામાં મોટુ નામ ગણાતો મુનાફ હાલારી ગુજરાત ATSના હાથે પકડાયો
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :1993ના બોમ્બ બ્લાસ્ટ (1993 Mumbai serial blasts) ના મોટા આરોપી મુનાફ હાલારી મુસાની ધરપકડ કરીને ગુજરાત ATS (Gujarat ATS)ને મોટી સફળતા મળી છે. મુંબઈથી મુનાફ હાલારી (Munaf Halari Moosa) ની ધરપકડ કરાઈ છે. 1500 કરોડના હેરોઈન કેસમાં ATSએ મુનાફની ધરપકડ કરી છે. વર્ષ 2018માં 1500 કરોડનું હેરોઈન પકડાયું હતુ. સલાયાથી ડ્રગ્સનો જથ્થો અગાઉ ગુજરાત ATSએ પકડ્યો હતો. ત્યારે આરોપી મુનાફ હાલારી મુંબઈ એરપોર્ટ કરથી પકડી લેવાયો છે. એટીએસને બાતમી મળી હતી કે, મૂસા પાકિસ્તાની પાસપોર્ટ પર યાત્રા કરી રહ્યો છે. તેના બાદ મુંબઈ એરપોર્ટથી તેની ધરપકડ કરી લેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુસા ડ્રગ્સના કાળા કારોબારની દુનિયામાં મોટુ નામ ગણાતો હતો. ગત વર્ષે પોલીસે 1500 કરોડ રૂપિયાના ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં મુસાની મોટી ભૂમિકા હતી. મુનાફ હાલારી 1993માં બોમ્બેના ઝવેરી માર્કેટમાં બ્લાસ્ટના કેસમાં પણ આરોપી હતી. તપાસ એજન્સીઓએ લાંબા સમય તેની શોધખોળ ચલાવી હતી. તે અનેકવાર એજન્સીઓની આંખમાં ધૂળ નાંખીને ભાગવામાં સફળ રહેતો હતો. આખરે ગુજરાત એટીએસએ તેને પકડવામાં સફળતા મેળવી હતી.
લાંબા સમયથી ATSની મુનાફ પર નજર હતી
મુનાફ હાલારી ડી-ગેન્ગના સભ્યોમાંથી એક છે. તે 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ ધડાકાનો આરોપી છે. તે બ્લાસ્ટના મુખ્ય આરોપી અબુ બકરનો સાથી હતો. 1993 બ્લાસ્ટ વખતે સ્કૂટર ઉપલબ્ધ કરાવ્યા હતા. 1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટમાં 250નાં મોત નિપજ્યા હતા અને 700ને ઈજા પહોંચી હતી. ત્યાર બાદથી મુનાફ હાલારી ઈન્ટરપોલની વૉન્ટેડ લિસ્ટમાં મૂકાયો હતો. મુનાફ સામે રેડ કોર્નર અને લૂક આઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી. પાકિસ્તાનના પાસપોર્ટ પર મુનાફ નૈરોબીમાં રહેતો હતો. તે પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ લાવવામાં મદદ કરતો હતો. લાંબા સમયથી ATSની મુનાફ પર નજર હતી. જેમ મુનાફ મુંબઈ પહોંચ્યો તે સાથે જ તેની ધરપકડ કરી લેવાઈ હતી.
આજે યોજાનાર પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત એટીએસ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકે છે. મુનાફ હાલારીની ધરપકડ પોલીસ માટે મોટી સફળતા ગણવામાં આવી રહી છે. આ ધરપકડ બાદ દક્ષિણ એશિયામાં મોટા ડ્રગ રેકેટનું પગેરુ મેળવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે